26-27 તેણે મનમાં કહ્યું, “અત્યારે જેમ છે તેમ જો લોકો યરુશાલેમ જશે અને ત્યાં મંદિરમાં પ્રભુને બલિદાનો ચઢાવશે તો તેમની નિષ્ઠા યહૂદિયાના રાજા રહાબામ તરફની થઈ જશે અને તેઓ મને મારી નાખશે. એ રીતે દાવિદના વંશજોને આખું રાજ્ય પાછું મળશે.”
જેમ મારા સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે, ને મારી ર્દષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી અજ્ઞાઓ પાળશે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ, ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ, ને ઇઝરાયલને તારે સ્વાધીન કરીશ.
જો આ લોક યરુશાલેમમાં યહોવાના ઘરમાં યજ્ઞ કરવા માટે જશે, તો આ લોકનું મન તેમના ધણી તરફ એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે અને તેઓ મને મારી નાખીને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહશે.”
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને નબાટના દીકરા યરોબામનાં પાપો જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેનું અનુકરણ તેણે કર્યું; તે તેણે તજ્યાં નહિ.
તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”
તે જોઈને જે ફરોશીએ તેમને નોતર્યા હતા તે વિચાર કરવા લાગ્યો, “જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.”
દાઉદે પોતાના મનમાં કહ્યું, “હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે. એમ હું તેમના હાથમાંથી બચી જઈશ.”