Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો, “દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે? યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે? ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ; દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.” આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:16
32 Iomraidhean Croise  

અને એક સંદેશવાહકે દાઉદ પાસે આવીને કહ્યું, “ઇઝરાયલના માણસોનાં હ્રદય આબ્શાલોમની તરફ છે.”


દાઉદે અબિશાયને તથા પોતાના બધા ચાકરોને કહ્યું, “જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એમાં શી નવાઈ? તેને રહેવા દો, તે ભલે શાપ આપે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


માટે યહોવાએ સુલેમાનને કહ્યું, “તેં આ કૃત્ય કર્યું છે, ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યાં હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂચવી લઈને તારા ચાકરને તે આપીશ.


તોપણ હું આખું રાજ્ય છીનવી નહિ લઉં, પણ મારા સેવક દાઉદની ખાતર, તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર, હું તારા પુત્રને એક કુળ આપીશ.”


પરંતું હું તેના હાથમાંથી આખું રાજ્ય લઈ લઈશ નહિ, પણ મારો સેવક દાઉદ જેને મેં પસંદ કર્યો હતો, જેણે મારી અજ્ઞાઓ તથા મારા વિધિઓ પળ્યાં હતાં તેની ખાતર, તેને તો તેના આયુષ્યના સર્વ દિવસો સુધી હું અધિકારી રહેવા દઈશ.


પણ હું તેના દિકરાના હાથમાંથી રાજ્ય લઈને તે, એટલે દશ કુળો તને આપીશ.


તેના દીકરાને હું એક કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા માટે મેં પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી સમક્ષ હમેશા રહે.


અને આને લીધે હું દાઉદના સંતાન પર આપત્તિ મોકલીશ, પણ તે સદાને માટે નહિ.’”


મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણી નથી; તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય.’


અને આસરે સૂર્યાસ્ત વખતે આખા સૈન્યમાં એવો સાદ પડ્યો, “દરેક માણસે પોતાના નગરમાં તથા દરેક માણસે પોતાના દેશમાં [નાસી જવું].”


સર્વ ઇઝરાયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી. હે ઇઝરાયલ, તમે દરેક પોતપોતાને ઘેર જાઓ. હવે હે દાઉદ, તારું પોતાનું ઘર તું સંભાળી લેજે.” એમ કહીને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.


ત્યાં હું દાઉદને માટે શિંગ ચઢાવીશ; મારા અભિષિક્તને માટે મેં દીવો તૈયાર કર્યો છે.


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;


એફ્રાઈમ યહૂદાથી જુદો પડયો ત્યાર પછી આવ્યા જહોતા એવા દિવસો યહોવા તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે આશૂરના રાજાને [લાવશે].


દાઉદના વંશના રાજકર્તાને ખબર મળી કે, અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.


તો જ તેના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ પુત્ર નહિ હોવાથી, મારા સેવક દાઉદની સાથેનો તથા મારા સેવકો એટલે લેવી યાજકો સાથેનો, મારો કરાર ભંગ થાય.


“હે મનુષ્યપુત્ર, તું એક લાકડી લઈને તેના પર લખ કે, આ યહૂદાને માટે તથા તેના સાથી ઇઝરાયલીઓ માટે; પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, આ એફ્રાઈમની લાકડી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલના તમામ લોકોને માટે;


અને જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શક્તું નથી.


પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’


પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”


પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.”


તેમ જ યરુબાલે [એટલે] ગિદિયોને જે સર્વ ભલમનસાઈ ઇઝરાયલી લોકો પ્રત્યે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહિ.


અને એબેદના દીકરા ગઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે, ને શખેમ કોણ છે કે, આપણે તેની તાબેદારી કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને ઝબુલ શું તેનો સરદાર નથી? તમે શખેમના પિત હમોરના લોકોની તાબેદારી ભલે કરો; પણ તેની તાબેદારી આપણે શા માટે કરીએ?


Lean sinn:

Sanasan


Sanasan