Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલ તેને રાજા ઠરાવવા માટે શખેમ આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 રહાબામ શખેમ ગયો. ત્યાં ઉત્તર ઇઝરાયલના લોકો તેને રાજા બનાવવા એકત્ર થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:1
14 Iomraidhean Croise  

અને ઇબ્રામ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.


પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.


પછી યરોબામે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું, ને તેમાં રહ્યો; અને ત્યાંથી નીકળીને તેણે પનુએલ બંધ્યું.


જ્યારે રહાબાન યરુશાલેમ પાછો આવ્યો ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલની સામે યુદ્ધ કરવાને તેણે યહૂદાના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા યોદ્ધાઓને એકત્ર કર્યાં.


ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે: “હું હરખાઈશ; હું શખેમને વહેંચી દઈશ, ને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, અને ત્યાં જે કબરસ્તાન ઇબ્રાહિમે ચાંદીનું નાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યા.


અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.


યહોશુઆએ ઇઝરાયલનાં સર્વ કુળોને શખેમમાં એકઠાં કરીને ઇઝરાયલનાં વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને ને તેઓના ન્યાયાધીશોને ને તેઓના આગેવાનોને બોલાવ્યા. અને તેઓ ઈશ્વરની આગળ રજૂ થયા.


અને શખેમમાં જે ભૂમિનો કટકો યાકૂબે શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી સો રૂપિયે વેચાતો લીધો હતો તેમાં તેઓએ મિસરમાંથી ઇઝરાયલીઓએ લાવેલાં યૂસફનાં હાડકાં દાટ્યાં; અને તે યૂસફપુત્રોનો વારસો બન્યાં.


હવે યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો, ને તેણે તેઓને તથા પોતાના મોસાળના આખા કુટંબના લોકોને કહ્યું,


અને શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ માણસો એકત્ર થયા, ને તેઓએ જઈને શખેમમાં આવેલા સ્તંભની પાસેના એલોન વૃક્ષ આગળ અબીમેલેખને રાજા ઠરાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan