Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયા, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમણે તેને બે વાર દર્શન દીધું હતું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9-10 જો કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ શલોમોનને બે વાર દર્શન આપ્યું હતું અને તેને વિધર્મી દેવોની પૂજા નહિ કરવા આજ્ઞા કરી હતી, તોપણ શલોમોને પ્રભુનું માન્યું નહિ, પણ તેમનાથી વિમુખ થઈ ગયો. તેથી પ્રભુ શલોમોન પર રોષે ભરાયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઈશ્વર સુલેમાન પર ખૂબ કોપાયમાન થયા. કારણ કે ઈશ્વરે તેને બે વખત દર્શન આપ્યાં છતાં તેણે પોતાનું હૃદય ઇઝરાયલના ઈશ્વરથી ફેરવી લીધું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેને લીધે યહોવા સુલેમાંન પર ખૂબ ગુસ્સે થયો. કારણકે યહોવાએ તેને બે વખત દર્શન આપ્યાં છતાં સુલેમાંને યહોવાથી મોઢું ફેરવી લીધું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:9
20 Iomraidhean Croise  

શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી. અને તે તેની પત્ની થઈ, ને તેને તેના પેટનો પુત્ર થયો. પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દષ્ટિમાં ખોટું લાગ્યું.


અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.


તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને માટે એમ જ કર્યું, તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ ચઢાવતી.


ગિબ્યોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું. અને ઈશ્વરે કહ્યું, “માગ, હું તને શું આપું?”


યહોવાએ તેને ગિબ્યોમનમાં દર્શન આપ્યું હતું, તેમ તમણે બીજી વાર સુલેમાનને દર્શન આપ્યું.


આ કામથી ઈશ્વર અપ્રસન્‍ન થયા માટે તે ઇઝરાયલ પર આફત લાવ્યા.


અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઊઠયો, ને તેમણે કહ્યું, “હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે. તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે.


પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.


વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.


અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઊઠયો. અને તે ચાલ્યા ગયા.


પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહિ. અને યહોવાએ મને કહ્યું કે, ‘તું આટલામાં જ સંતોષ માન, આ બાબત વિષે હવે પછી કદી મારી આગળ બોલીશ નહિ.


કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે. એથી તો યહોવા તમારા પર કોપાયમાન થાય, ને તે જલદી તમારો નાશ કરે.


અને યહોવા હારુન પર પણ એટલા બધા કોપ્યા કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, અને તે જ વખતે મેં હારુનને માટે પણ પ્રાર્થના કરી.


હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યા, ને યહોવા તમારા પર એટલા બધા કોપાયમાન થયા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.


કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


Lean sinn:

Sanasan


Sanasan