Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનીઓની દેવી આશ્તોરેથને, તથા મોઆબના દેશ કમોથને તથા આમ્મોનપુત્રોના દેવ મિલ્કોમને પૂજ્યાં‌ છે, અને તેના પિતા દાઉદની જેમ મારી ર્દષ્ટિમાં જે ખરું હતું તે કરીને, તથા મારા વિધિઓ ને મારા હુકમો [પાળીને] મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નહિ અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા, તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:33
20 Iomraidhean Croise  

પરંતું હું તેના હાથમાંથી આખું રાજ્ય લઈ લઈશ નહિ, પણ મારો સેવક દાઉદ જેને મેં પસંદ કર્યો હતો, જેણે મારી અજ્ઞાઓ તથા મારા વિધિઓ પળ્યાં હતાં તેની ખાતર, તેને તો તેના આયુષ્યના સર્વ દિવસો સુધી હું અધિકારી રહેવા દઈશ.


કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની પત્નીઓએ તેનું હ્રદય અન્ય દેવો તરફ ફેરવી નાંખ્યું.અને તેનું હ્રદય તેના પિતા દાઉદના હ્રદયની જેમ તેના ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ ન હતું.


અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયા, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમણે તેને બે વાર દર્શન દીધું હતું,


ને દાઉદના કુટુંબ પાસેથી રાજ્ય વિભાગી લઇને તને તે આપ્યું, તે છતાં તું મારા સેવક દાઉદ જેવો થયો નથી. તેણે મારી આજ્ઞાઓ પાળી, ને મારી ર્દષ્ટિમાં જે સારું હતું, ફક્ત તે જ કરીને તેણે પોતાના સંપૂર્ણ હ્રદયથી મારી ઉપાસના કરી.


અને તારો પિતા દાઉદ ચાલ્યો, તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગોમાં ચાલશે, તો હું તારું આવરદા વધારીશ.”


પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?


તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો, ને તે યહોવાના માર્ગમાં ચાલ્યો નહિ.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓ [ના દેવો] તો દેવો જ નથી! પણ જેનાથી હિત થતું નથી તેને માટે મારા લોકે પોતાનું ગૌરવ બદલ્યું છે.


“કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.


જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.


તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.


એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે; તેને રહેવા દો.


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


રે મોઆબ, તને અફસોસ! રે કમોશની પ્રજા, તારું સત્યાનાશ વળી ગયું છે. પોતાના દિકરાઓને શરણે જતા રહેલા તરીકે, તથા પોતાની દીકરીઓને ગુલામડીઓ તરીકે, તેણે અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધાં છે.


ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan