Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો તેનું કારણ આ હતું; એટલે સુલેમાન મિલ્લો બાંધતો હતો, ને પોતાના પિતા દાઉદના નગરની તૂટફાટ સમરાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેના બંડની વાત આવી છે: શલોમોન યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરાવતો હતો અને નગરના કોટની મરામત કરાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો તેનું કારણ એ છે કે સુલેમાન મિલ્લોનગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું સમારકામ કરાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યરોબઆમ બળવાનો વૃત્તાંત આ પ્રમાંણે છે: તેણે સુલેમાંન મિલ્લોનો જીણોર્દ્ધાર કરાવ્યો હતો, અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું બાકોરું બંધ કરાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:27
12 Iomraidhean Croise  

વાત એમ નથી; પણ એફ્રાઈમના પહાડી મુલકનો એક માણસ, બિખ્રીનો દિકરો શેબા નામે છે, તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કરો, એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ.”


તોપણ દાઉદે સિયોનનો કિલ્‍લો કબજે કરી લીધો. તે જ દાઉદનું નગર છે.


યહોવાનું મંદિર, તથા પોતાનો મહેલ, તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી.


પણ ફારુનની પુત્રી દાઉદનગરમાંથી નીકળીને તેને માટે [સુલેમાને] જે મહેલ બાંધ્યો હતો તેમાં આવી; તે વખતે [સુલેમાને] મિલ્લો બાંધ્યું.


અને તેના ચાકરોએ ઊઠીને કાવતરું કર્યું, ને યોઆશને મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો.


સાન્બાલાટે, ટોબિયાએ, અરબોએ, આમ્મોનીઓએ, તથા આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે, ને ગાબડાં પુરાવા લાગ્યાં છે, ત્યારે તેઓને બહું ક્રોધ ચઢ્યો.


તમે દેશને ધ્રુજાવ્યો છે, તમે તેને ચીરી નાખ્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.


જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તેં કરી હોય, અથવા તેં ભૂંડો વિચાર કર્યો હોય, તો તારો હાથ તારા મોં પર [મૂક].


વળી તમે જોયું કે દાઉદના નગર [ના કોટ] માં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


યહોવાને દિવસે યુદ્ધમાં ઊભા રહેવા માટે તમે કોટમાં પડેલાં બાકોરાં અગળ ચઢી નથી ગયા, તેમ ઇઝરાયલ લોકોને માટે વાડ કરી નથી.


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


Lean sinn:

Sanasan


Sanasan