Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી ઝેરેદાના એફ્રાઈમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, તેની મા સરુઆ નામની એક વિધવા સ્ત્રી હતી. તેણે પણ પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 શલોમોનની વિરુદ્ધ થઈ જનાર બીજો એક માણસ તો તેનો પોતાનો એક અધિકારી એટલે, એફ્રાઈમ પ્રદેશના સરેદાહ નગરના નાબાટનો પુત્ર યરોબામ હતો. તેની માતા સરુયા વિધવા હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી ઝેરેદાહના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 બીજો એક બળવાખોર આગેવાન યરોબઆમ નબાટનો પુત્ર હતો. એફ્રાઈમ પ્રદેશના સરૂઆહ નગરમાંથી તે આવતો હતો, તેની માંતા સરૂઆહ વિધવા સ્રી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:26
20 Iomraidhean Croise  

અને તેઓ બેથેલની આગળ ગયા. અને એફ્રાથ પહોંચવાને હજી થોડો માર્ગ બાકી રહ્યો હતો, એટલામાં રાહેલને પ્રસૂતિ થઈ, ને તેને ઘણી પ્રસવવેદના થઈ.


વાત એમ નથી; પણ એફ્રાઈમના પહાડી મુલકનો એક માણસ, બિખ્રીનો દિકરો શેબા નામે છે, તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કરો, એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ.”


માટે યહોવાએ સુલેમાનને કહ્યું, “તેં આ કૃત્ય કર્યું છે, ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યાં હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂચવી લઈને તારા ચાકરને તે આપીશ.


તે સુલેમાનના સર્વ દિવસોભર ઇઝરાયલનો શત્રુ રહ્યો, હદાદે જે નુકશાન [કર્યું] તે તો જુદું; તેને ઇઝરાયલ પર તિરસ્કાર હતો, ને તેણે અરામ ઉપર રાજ કર્યું.


યરોબામ પરાક્રમી શૂરવીર યોદ્ધો હતો.સુલેમાને તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે, તેથી તેણે એને યૂસફના ઘરના સર્વ કામ પર મુકાદમ ઠરાવ્યો.


નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું, (કેમ કે તે હજી સુધી મિસરમાં હતો, જ્યાં તે સુલમાન રાજાની હજૂરમાંથી નાસી ગયો હતો, તેથી યરોબામ મિસરમાં રહેતો હતો


જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


માટે જો, હું બાશાને તથા તેના કુટુંબને છેક ઝાટકી કાઢીશ, અને હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નાખીશ.


અને તેં મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે, ને તેં ઇઝરાયલની પાસે પાપ કરાવ્યું છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક, ને અહિયાના દીકરા બાશાના ઘરની માફક કરી નાખીશ.


પણ ઇઝરાયલ લોકમાંથી કોઈના પર સુલેમાને વેઠ નાખી નહિ. પણ તેઓ તો સૈનિકો, તેના ચાકરો, તેના અધિપતિઓ, તેના સરદારો ને તેના રથોના તથા તેના ઘોડેસવારોના અમલદારો હતા.


અઝુબા મરણ પામી, ને કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, ને તેને તેણીને પેટે હૂર થયો.


તેમ છતાં દાઉદના પુત્ર સુલેમનના સેવક નબાટના પુત્ર યરોબામે ઊઠીને પોતાના ધણીની સામે બંડ કર્યું છે.


સુલેમાનના બાકીનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકની તવારીખમાં, શીલોની અહિયાના ભવિષ્યવાદ ના પુસ્તકમાં લખેલાં છે.


અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ’ ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,


તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી, ને તેના બે પુત્રોનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ-યહૂદિયાનાં એફ્રાથીઓ [હતાં]. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં રહ્યાં હતાં.


એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.


દાઉદ યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એફાથી યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. તે માણસ શાઉલના સમયમાં વૃદ્ધ તથા લોકોમાં પાકી ઉંમરનો [ગણાતો] હતો.


Lean sinn:

Sanasan


Sanasan