Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જ્યારે દાઉદ [સોબાના] લોકોને મારી નાખતો હતો ત્યારે રઝોને પોતાની સાથે [કેટલાક] માણસોને એકત્ર કર્યાં, ને તે ટોળીનો પોતે નાયક થયો. તેઓ દમસ્કસ જઈને ત્યાં વસ્યા, ને દમસ્કસમાં રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 અને બંડખોરોની ટોળીનો આગેવાન બની બેઠો હતો. (દાવિદે હદાદેઝેરનો પરાભવ કર્યો ને તેના મિત્ર રાજ્ય અરામીઓનો સંહાર કર્યો તે પછી એ બન્યું હતું.) રઝોન અને તેના માણસો દમાસ્ક્સમાં જઈ વસ્યા, જ્યાં તેના માણસોએ તેને અરામનો રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને ભેગા કર્યા અને પોતે તેનો સરદાર બની ગયો. ત્યાંથી તેઓએ દમસ્કસ જઈને વસવાટ કર્યો અને રઝોને દમસ્કસમાં રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને માંણસોની ટોળી ભેગી કરીને પોતે તેનો નાયક બની ગયો, ત્યાંથી તેઓ દમસ્ક ગયા અને ત્યાં સ્થાયી થઇ ગયા, અને રેઝોન તેમનો રાજા બની ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:24
12 Iomraidhean Croise  

અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી બાજુના હોબા લગી તે તેઓની પાછળ લાગ્યો.


અને અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા; દાઉદે અરામીઓના સાતસો રથો [માંના માણસો] ને, તથા ચાળીસ હજાર સવારોને મારી નાખ્યા, તથા તેઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે મરી ગયો.


આમ્‍મોનપુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા છીએ, ત્યારે આમ્નોનપુત્રોએ માણસો મોકલીને બેથ-રાહોબના અરામીઓ તથા સોબાના અરામીઓમાંથી વીસ હજાર પાયદળને, એક હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસોને પગાર આપીને રાખ્યા.


આમ્‍મોનપુત્રોએ બહાર આવીને દરવાજાના નાકા આગળ વ્યૂહ રચ્યો; અને સોબાના તથા રાહોબના અરામીઓ, અને ટોબના તથા માકાના માણસો મેદાનમાં અળગા ઊભા હતા.


વળી રાહોબનો દીકરો તથા સોબાનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો.


તે સુલેમાનના સર્વ દિવસોભર ઇઝરાયલનો શત્રુ રહ્યો, હદાદે જે નુકશાન [કર્યું] તે તો જુદું; તેને ઇઝરાયલ પર તિરસ્કાર હતો, ને તેણે અરામ ઉપર રાજ કર્યું.


પછી યહોવાના મંદિરના ભંડારમાં બાકી રહેલું બધું રૂપું તથા સોનું આસાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું. અને આસા રાજાએ તેને દમસ્કસમાં રહેનારા અરામના રાજાની, એટલે હેઝયોનના દીકરા ટાબ્રિમ્મોનના દીકરા બેન-હદાદની પાસે મોકલીને કહાવ્યું,


યહોવાએ તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.


અને [બેન-હદાદે] તેને કહ્યું, “જે નગરો મારા મારા પિતાએ તમારા પિતા પાસેથી લઈ લીધાં હતાં, તે હું પાછાં આપીશ. અને જેમ મારા પિતાએ સમરુનમાં ચોકચૌટા બનાવ્યાં હતાં તેમ તમે પોતાને માટે દમસ્કસમાં બનાવજો.” અને [આહાબે કહ્યું] “હું આ શરતે તમને જવા દઈશ.” એમ આહાબે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો.


હવે યરોબામનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, ને દમસ્કસ તથા હમાથ જે યહૂદિયાનાં હતાં તે કેવી રીતે તેણે ઇઝરાયલને માટે પાછા મેળવ્યાં, એ સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


પછી એલિશા દમસ્કસ ગયો. તે વખતે અરામનો રાજા બેન-હદાદ માંદો હતો. તેને એવી ખબર મળી કે “ઈશ્વરભક્ત અત્રે આવ્યા છે.”


તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.


Lean sinn:

Sanasan


Sanasan