Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 યહોવાએ અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો. તે અદોમના રાજાના વંશનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી પ્રભુએ અદોમના રાજકુટુંબના હદાદને શલોમોનની વિરુદ્ધ ઉશ્કેર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી ઈશ્વરે અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો, તે રાજવંશનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારબાદ યહોવાએ સુલેમાંનની સામે, એક શત્રુ ઊભો કર્યો, તે શત્રુ અદોમીના રાજવંશનો હદાદ હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:14
13 Iomraidhean Croise  

યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઊઠ્યો; અને તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર.”


હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે, તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્યપુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ;


તોપણ હું આખું રાજ્ય છીનવી નહિ લઉં, પણ મારા સેવક દાઉદની ખાતર, તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર, હું તારા પુત્રને એક કુળ આપીશ.”


દાઉદ જ્યારે અદોમમાં હતો, ને યોઆબ સેનાપતિ મારી નંખાયેલાને દાટવા ત્યાં ગયો હતો, ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યો હતો.


વળી ઈશ્વરે સુલમાનની વિરુદ્ધ [બીજો] શત્રુ, એટલે એલ્યાદાનો દીકરો રઝોન, જે પોતાના ધણી સોબાના રાજા હદાદેઝેર પાસેથી નાઠો હતો, તેને ઊભો કર્યો.


એમ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ; કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો કે, જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.


ઇઝરાયલના ઈશ્વર આશૂરના રાજા પૂલનું તથા આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રુબેનીઓને, ગાદીઓને તથા માનાશ્શાના અર્ધકુળને પકડી લઈ જઈને તેઓને હલાહ, હાબોર, હારા અને ગોઝાન નદીને કાંઠે લાવીને [વસાવ્યા]. ત્યાં આજ સુધી તેઓ રહે છે.


ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો, તે રીતે સૈન્યોના [ઈશ્વર] યહોવા તેના પર આફતો લાવશે. તેની સોટી જેમ સમુદ્રમાં મિસર પર [ઉગામવામાં આવી હતી] તેમ તેઓ પર ઉગામવામાં આવશે.


“અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!


જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.


અને અદોમ [તેનું] વતન થશે, અને સેઈર પણ [તેનું] વતન થશે, [તે બન્‍ને દેશ] તેના શત્રુ હતા. અને ઇઝરાયલ પરાક્રમ કરનાર થશે.


તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,


Lean sinn:

Sanasan


Sanasan