૧ રાજા 10:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો, તથા યહોવાનાં મંદિરમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો, તે જોયાં ત્યારે તેના હોશકોશ ઊડી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ5 વળી તેના ભાણામાં પીરસાતી વિવિધ વાનગીઓ તેની આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો, તેમનો પોષાક અને તેમના વસ્રો, તેના પાત્રવાહકો અને જુદી જુદી જાતના યજ્ઞો જે યહોવાના મંદિરમાં અર્પણ કર્યા હતા તે જોઈને રાણી સ્તબ્ધ થઈ ગઈ. Faic an caibideil |