Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તે દરેક પોતપોતાની ભેટો, એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ધોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેની પાસે જે કોઈ આવે તે સોનાચાંદીની ચીજવસ્તુઓ, ઝભ્ભા, હથિયારો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો જેવી કોઈને કોઈ ભેટ લાવતા. આવું વરસોવરસ ચાલ્યા કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે દરેક પોતપોતાની ભેટો, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો, વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તેને મળવા આવનાર પ્રત્યેક વ્યકિત સોના-ચાંદીના પાત્રો, સુંદર વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડા અને ખચ્ચરો રાજાને માંટે વાર્ષિક વસૂલી તરીકે લાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:25
23 Iomraidhean Croise  

અને સિબોનના દિકરા આ છે: એટલે આયા તથા અના; જે અનાને પોતાના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં‍રાનમાં ઊના ઝરા જડયા, તે જ એ છે.


ત્યારે દાઉદ રાજાએ હદાદેઝેરની સાથે લડીને તેને હરાવ્યો હતો તેને લીધે તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા માટે ટોઈએ પોતાના દીકરા યોરામને તેની પાસે મોકલ્યો; કેમ કે હદાદેઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો. [યોરામ] પોતાની સાથે રૂપાનાં પાત્રો, સોનાનાં પાત્રો તથા પિત્તળનાં પાત્રો લઈને આવ્યો હતો.


તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.


રાજાએ તેઓને કહ્યું, ” તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઇને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.


અને તેણે રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુંગંધીદ્રવ્ય, તથા મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુંગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી મળ્યાં નથી.


આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળા આગળ જા, કદાચ આપણને ઘાસચારો મળી આવે, ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધાં જાનવર ખોઈ ન બેસીએ.”


અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો.


પણ આશૂરના રાજાને હોશિયાનું કાવતરું માલૂમ પડ્યું; કેમ કે એણે મિસરના સો [નામના] રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા હતા, ને વરસોવરસની જેમ હોશિયાએ આશૂરના રાજાને ખંડણી ભરી નહોતી. તેથી આશૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.


આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા. તેની નામના મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો બળવાન થયો હતો.


દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનારૂપાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડા તથા ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.


તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા; ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં.


મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર સંદેશિયાઓની, એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્રો રવાના કર્યા.


એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી, તેઓ ચાલી નીકળ્યા, અને તે હુકમ સૂસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો.


તે વખતે તેના સર્વ ભાઈઓ, તેની સર્વ બહેનો, તથા આગળના તેના સર્વ ઓળખીતાઓએ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું. અને જે બધી વિપત્તિ ઈશ્વર તેના ઉપર લાવ્યા હતા તેને લીધે તેઓએ તેને માટે શોક કરીને તેને દિલાસો આપ્યો. વળી દરેક માણસે તેને નાણાનો એકેક સિક્કો તથા દરેક જણે સોનાની એકેક વીંટી આપી.


રાજાઓ તમારી પાસે નજરાણાં લાવશે.


તાર્શીશના તથા દરિયાકિનારાના રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સેબાના રાજાઓ નજરાણાં કરશે.


તેઓ જીવશે; અને તેમને શેબાનું સોનું આપવામાં આવશે; તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે; આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં આવશે.


તમારે હિઝકિયાનું કહેવું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે, ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો;


યહોવા કહે છે, “જેમ ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણ લાવે છે, તેમ તેઓ સર્વ પ્રજાઓમાંથી તમારા સર્વ ભાઈઓને યહોવાને માટે અર્પણ તરીકે, મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા સાંઢણીઓ પર બેસાડીને લાવશે.”


બેથ-તોગારના લોકો ઘોડા, રેવંતો તથા ખચ્ચરો આપીને તારો માલ લેતા.


અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી છોડીને તેને સોના, લોબાન તથા બોળનું નજરાણું કર્યું.


પણ ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોડિયો માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઊભો કર્યો. અને ઇઝરાયલી લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું.


પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan