Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ઈશ્વરે સુલેમાનના હ્રદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી [પરના લોકો] સુલેમાનની હજૂરમાં આવતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 અને ઈશ્વરે તેને આપેલું જ્ઞાન સાંભળવા આખી દુનિયામાંથી લોકો તેની પાસે આવતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 સમગ્ર વિશ્વમાંથી લોકો તેની દેવદત્ત જ્ઞાનની વાતો સાંભળવા માંટે આવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:24
13 Iomraidhean Croise  

શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા‍ પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી.


તે માટે, જો, મેં તારા કહેવા પ્રમાણે કર્યું છે; જો, મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હ્રદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી, ને તારા જેવો કોઈ થશે પણ નહિ.


રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.


માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”


ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા અંત:કરણમાં આ હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહિ; પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તેં પોતાને માટે ડહાપણ તથા વિવેકબુદ્ધિ માગ્યાં છે.


તે માટે મેં તને ડહાપણ તથા વિવેકબુદ્ધિ બક્ષ્યાં છે. વળી હું તેન એટલું બધું ધન, સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું, ને તારી પાછળના કોઈને મળશે પણ નહિ.”


કેમ કે યહોવા જ્ઞાન આપે છે; તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ [નીકળે છે] ;


તારા સૌદર્યને લીધે તારી કિર્તી સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ; કેમ કે યહોવા કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ઠિત કરી હતી તેથી કરીને [તારું સૌદર્ય] પરિપૂર્ણ હતું.


હવે આ ચાર છોકરાઓને તો પરમેશ્વરે સર્વ વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યાં. વળી દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.


તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે;


હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યાં છે, અને જે અમે તમારી પાસેથી માગ્યું જે હમણાં તમે મને જણાવ્યું છે; કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે.”


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan