Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા‍ પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શેબાની રાણીએ યાહવેના નામ સંબંધી શલોમોનની કીર્તિ સાંભળી, ત્યારે તે તેની ક્સોટી કરવા અટપટા પ્રશ્ર્નો પૂછવા યરુશાલેમ આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાંનની કીર્તિ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:1
28 Iomraidhean Croise  

તથા ઓબાલ તથા અબિમાએલ તથા શબા,


અને કૂશના દિકરા : સબા તથા હવિલા તથા સાબ્તા તથા રામા તથા સાબ્તેકા; અને રામાના દિકરા : શબા તથા દદાન.


અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ એ દદાનના દિકરા હતા.


ઈશ્વરે સુલેમાનના હ્રદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી [પરના લોકો] સુલેમાનની હજૂરમાં આવતા.


કેમ કે તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો, એથામ એઝ્રાહી કરતાં, ને માહોલના પુત્ર હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ [તે જ્ઞાની હતો]. અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી.


જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના [ઘણા] તેના જ્ઞાન [ની વાતો] સાંભળવા આવતા.


તે તેઓમાંથી વારા પ્રમાણે દર માસે દશ હજારને લબાનોન મોકલતો હતો. તેઓ એક માસ લબાનોનમાં ને બે માસ ઘેર રહેતા; એ વેઠ કરનારા લશ્કરનો ઉપરી અદોનીરામ હતો.


મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


તેમના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, અને શેબાના સંઘે તેઓની રાહ જોઈ.


હું દ્દષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.


તાર્શીશના તથા દરિયાકિનારાના રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સેબાના રાજાઓ નજરાણાં કરશે.


તેઓ જીવશે; અને તેમને શેબાનું સોનું આપવામાં આવશે; તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે; આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં આવશે.


ઊંટોનાં ઝુંડ, મિદ્યાન તથા એફાહમાંનાં ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; શેબાથી સર્વ આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે, ને યહોવાનાં સ્તોત્ર જાહેર કરશે.


શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરુ મારી પાસે શા માટે લાવો છો? તમારાં દહનીયાર્પણો માન્ય નથી, ને તમારાં બલિદાનો મને ગમતાં નથી.”


તારા સૌદર્યને લીધે તારી કિર્તી સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ; કેમ કે યહોવા કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ઠિત કરી હતી તેથી કરીને [તારું સૌદર્ય] પરિપૂર્ણ હતું.


શેબા, દેદાન તથા તાર્શીશના વેપારિઓ, તેના સર્વ જુવાન સિંહો સહિત, તને કહેશે કે, ‘શું તું લૂંટ કરવા આવ્યો છે? શું પકડી જવાને, સોનુંરૂપું લૂંટી લેવાને, ને ભારે લૂંટ કરવાને તેં તારુ સૈન્ય એકઠું કર્યું છે?’


દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.


ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.


જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”


અને દ્દષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા નહોતા; પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં સર્વ વાતોનો ખુલાસો કરતા.


દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને દોષિત ઠરાવશે; કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી; અને જુઓ સુલેમાનના કરતાં અહીં એક મોટો છે.


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


Lean sinn:

Sanasan


Sanasan