Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા, તે સમયે તેઓએ તે સાંભળ્યું. યોઆબે રણશિંગડાનો અવાજ સાંભળીને કહ્યું, “નગરમાં શોરબકોર થયાનો ઘોંઘાટ શા માટે થાય છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 અદોનિયા અને તેના મહેમાનો મિજબાની પૂરી કરી રહ્યા હતા તેવામાં તેમણે પેલો અવાજ સાંભળ્યો. યોઆબે રણશિંગડું સાંભળીને પૂછયું, “નગરમાં આ શાનો કોલાહલ થાય છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:41
13 Iomraidhean Croise  

અને સર્વ લોક તેની પાછળ‍ચાલતા હતા, ને લોકો વાંસળીઓ વગાડતા હતા. ને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી.


હજી તો તે બોલતો હતો, એટલામાં જૂઓ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ [તેને] કહ્યું, “અંદર આવ; કેમ કે તું સારો માણસ છે, ને સારા સમાચાર લાવ્યો છે.”


દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


અને લોકો ઘોંઘાટ કરતા હતા, તેમનો અવાજ યહોશુઆએ સાંભળ્યો, ત્યારે તેણે મૂસાને કહ્યું “છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે.”


હસતી વેળાએ પણ હ્રદય ખિન્‍ન હોય છે; અને હાસ્યનું પરિણામ શોક છે.


પણ જે‍ ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્‍ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.


તેઓ તેને મારી નાખવાની પેરવીમાં હતા, એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan