Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 એમ સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, તથા કરેથીઓ ને પલેથીઓ, તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ અને પલેથીઓએ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 એ પછી યાજક સાદોક પ્રબોધક નાથાન. યહોયાદાના પુત્ર બનાયા અને રાજાના અંગરક્ષકોએ જઈને સુલેમાંનને રાજા દાઉદના ખચ્ચર પર બેસાડયો અને તેને લઈને તેઓ ગીહોન ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:38
14 Iomraidhean Croise  

અને આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને કર્યું, ત્યારે રાજાના બધા પુત્રો ઊઠ્યા, અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયો.


તેના સઘળા સેવકો તેની પડખે ચાલતા હતા; અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ તથા સર્વ ગિત્તીઓ, એટલે ગાથથી તેની પાછળ આવેલા છસો માણસો, રાજાની આગળ ચાલતા હતા.


અને યોઆબના માણસો, કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા; તેઓ બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યરુશાલેમથી બહાર નીકળ્યા.


અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા દાસ સુલેમાનને તેણે નોતર્યા નથી.


રાજાએ તેઓને કહ્યું, ” તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઇને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.


પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ, તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાની મદદે ગયા નહિ.


અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું હતું, ને હું રાજા થાઉં એવી સર્વ ઇઝરાયલની ઈચ્છા હતી. તરંતું રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે. કેમ કે યહોવાએ તે તેને આપેલું હતું.


તેની જગાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ઠરાવ્યો. અને અબ્યાથારની જગાએ રાજાએ સાદોક યાજકને નીમ્યો.


યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓ ને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની હજૂરમાં મુખ્ય [અમલદારો] હતા.


સમુદ્રકાંઠે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તારી વિરુદ્ધ છે. “હું તારો એવો નાશ કરીશ કે એકે માણસ તારામાં વસશે નહિ.”


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર, તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી, ને સિક્લાગને અમે આગથી બાળી નાખ્યું.”


Lean sinn:

Sanasan


Sanasan