Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 જેમ યહોવા મારા મુરબ્બી રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાનની સાથે પણ રહો, ને મારા મુરબ્બી દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન મોટું કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 હે રાજા, મારા માલિક, પ્રભુ જેમ તમારી સાથે રહ્યા તેમને શલોમોનની સાથે પણ રહો, અને તમારા રાજ્ય કરતાં ય તેનું રાજ્ય મહાન બનાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જેમ યહોવાહ મારા માલિક રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાન સાથે પણ રહો અને મારા માલિક દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેનું રાજ્યાસન મોટું કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 માંરા માંલિક અને રાજા, જેવી રીતે યહોવા તમાંરી સાથે રહ્યાં છે, તેઓ સુલેમાંન સાથે પણ રહો! એનું રાજ્ય રાજા દાઉદ કરતા પણ વધુ શકિતશાળી અને મહાન બને.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:37
21 Iomraidhean Croise  

યોઆબે રાજાને કહ્યું, “લોકો ભલે ગમે તેટલા હોય, તેઓને તમારો ઈશ્વર યહોવા સોગણા વધારો, ને મારા મુરબ્બી રાજા પોતાની આંખે તે જુઓ; પણ મારા મુરબ્બી રાજા આ વાતમાં કેમ આનંદ માને છે?”


અને યહોયાદાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યો, “આમીન; મારા મુરબ્બી રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો.


વળી રાજાના સેવકોએ આપણા મુરબ્બી દાઉદ રાજાને આશિષ આપવા માટે અંદર આવીને કહ્યું, ’તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો, ને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન મોટું કરો.’ અને રાજાએ પલંગ પર બેઠા બેઠા પ્રણામ કર્યા.


તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું, “તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માંગ કે હું તારે માટે શું કરું.” એલિશાએ કહ્યું, “કૃપા કરીને તમારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”


દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, “બળવાન તથા ખૂબ હિમ્મતવાન થઈને એ [કામ] કર; બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ કેમ કે યહોવા ઈશ્વર, હા, મારા ઈશ્વર તારી સાથે છે. યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપુર્ણ થતાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ, ને તને તજી દેશે નહિ.


યહોવાએ સુલેમાનને સર્વ ઇઝરાયલની ર્દષ્ટિમાં બહુ જ મોટો કર્યો, ને તેની અગાઉના કોઈ પણ ઇઝરાયલના રાજાને ન હતો એવો રાજ્યવૈભવ યહોવાએ તેને આપ્યો.


દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો, ને તેના ઈશ્વર યહોવાએ તેની સાથે રહીને તેનો મહિમા બહુ વધાર્યો.


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.


વળી હું તેને મારો જયેષ્ઠ પુત્ર, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.


ત્યારે ઈશ્વરે કહ્યું, “હું નિશ્વે તારી સાથે હોઈશ. અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમ કે ઈશ્વર અમારી સાથે છે.


તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં કે, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


જેમ અમે મૂસાનું સાંભળતા હતા, તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું, ફક્ત એટલું જ કે યહોવા તારા ઈશ્વર જેમ મૂસાની સાથે હતા, તેમ તે તારી સાથે હો.


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તો જો હું તને ખબર ન આપું, ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું, તો યહોવા આ યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો. અને જેમ યહોવા મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.


Lean sinn:

Sanasan


Sanasan