Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માટે તેના ચાકરોએ તેને કહ્યું, “મારા મુરબ્બી રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સારવાર કરે; અને તે તમારી સોડમાં સૂએ કે, જેથી મારા મુરબ્બી રાજાનાં અંગમાં ગરમી આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તેના અધિકારીઓએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારી સાથે રહેવા અને તમારી સેવાચાકરી કરવા અમને એક યુવતી શોધી કાઢવા દો. તે તમારી ગોદમાં સૂઈ જશે અને તેનાથી તમારા શરીરને હૂંફ વળશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી તેના સેવકોએ તેને કહ્યું, “અમારા માલિક રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સેવા અને સારવાર કરે. આપની સાથે સૂઈ જાય જેથી આપનું શરીર ઉષ્માભર્યું રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી તેમના સેવકોએ તેને કહ્યું, “આપ, નામદારની આજ્ઞા હોય તો આપને માંટે કોઈ યુવાન કુમાંરિકા શોધી કાઢીએ, જે આપની સેવામાં ઊભી રહે અને આપની સારવાર કરે, આપની સોડમાં સૂઈ જશે, જેથી આપનું શરીર હુંફાળું થઇ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:2
11 Iomraidhean Croise  

અને સારાયે ઇબ્રામને કહ્યું, “મારી હાય તમને લાગશે. મેં મારી દાસીને તમારી સોડમાં આપી; અને જ્યારે તેણે પોતને ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દષ્ટિમાં હું તુચ્છ ગણાઈ. મારી ને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો.”


પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાળી હતી. તે તેની સાથે ને તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી, ને તેની ગોદમાં તે સૂતી હતી, ને તે તેને દીકરી સમાન હતી.


હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉરનો થયો હતો. તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને ગરમી આવી નહિ.


તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇઝરાયલની સર્વ સીમામાં શોધ કરી, તો શૂનામ્મી અબીશાગ [નામે એક કુમારિકા] મળી, ને તેને તેઓ રાજા પાસે લાવ્યા.


હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેમની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવકો થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યા છે.”


ત્યારે રાજાની ખિજમત કરનારા સેવકોએ કહ્યું, “રાજાને માટે સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી.


વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે?


મિત્રનો ભરોસો ન કર, જાની દોસ્તોનો વિશ્વાસ ન રાખ. તારી સોડમાં સુનારીથી તારા મુખનાં દ્વાર સંભાળી રાખ.


તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો, અથવા તારો દીકરો, અથવા તારી દીકરી, અથવા તારી દીલોજાન પત્ની, અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતાં એમ કહે કે, ‘ચાલો, જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા, તેઓની આપણે સેવા કરીએ,


Lean sinn:

Sanasan


Sanasan