Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉરનો થયો હતો. તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને ગરમી આવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદ રાજા હવે ઘણો વૃદ્ધ થયો હતો, અને તેના નોકરોએ તેને કામળા ઓઢાડયા, તોપણ તેનામાં ગરમી આવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ અને પ્રોઢ ઉંમરનો થયો હોવાથી તેઓએ તેને વસ્ત્રો ઓઢાડ્યાં, પણ તેને હૂંફ મળી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ થયો હતો. તેમને અનેક ધાબળાઓ ઓઢાડયાં, છતાં તેનું શરીર ગરમ રહેતું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:1
13 Iomraidhean Croise  

હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડાં હતાં ને તેઓને બહુ વર્ષ થયાં હતાં. અને સારાને સ્‍ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.


અને ઇબ્રાહિમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો; અને યહોવાએ ઇબ્રાહિમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો.


પછી ત્યાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કર્યાં. એમ દેશના હકમાં કરેલી પ્રાર્થાના યહોવાએ માન્ય કરી, ને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.


દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રીસ વર્ષની વયનો હતો, ને તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું.


પછી બાથ-શેબા શયનગૃહમાં રાજા પાસે ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો; શૂનામ્મી અબીશાગ રાજાની સેવા કરતી હતી.


માટે તેના ચાકરોએ તેને કહ્યું, “મારા મુરબ્બી રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢીએ. તે રાજાની હજૂરમાં ઊભી રહીને તેમની સારવાર કરે; અને તે તમારી સોડમાં સૂએ કે, જેથી મારા મુરબ્બી રાજાનાં અંગમાં ગરમી આવે.”


હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો. તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયલ ઉપર રાજા તરીકે નીમ્યો.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે?


તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત નિસંતાન હતી; અને તેઓ બન્‍ને ઘણાં ઘરડાં હતાં.


અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો. અને યહોવાએ તેને કહ્યું, “તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તોપણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે.


Lean sinn:

Sanasan


Sanasan