Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમ કે જેવા તે છે, તેવા આપણે આ જગતમાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:17
25 Iomraidhean Croise  

હું તમને ખચીત કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરનાં કરતાં સહેલ થશે.


ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?


વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે.


વળી, હું તમને કહું છું કે, ન્યાયકાળે સદોમને તારા કરતાં સહેલ પડશે.


વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.


દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.


જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે.


કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય:


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો.


પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી


પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.


હવે, બાળકો, તેમનામાં રહો, જેથી જો તે પ્રગટ થાય, તો આપણામાં હિંમત આવે, ને તેમના આગમનને વખતે તેમની રૂબરૂ આપણે શરમાઈએ નહિ.


પણ જે કોઈ તેમનું વચન પાળે છે, તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે, તેમનામાં છીએ.


“હું તેમનામાં રહું છું, ” એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.


જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ.


અને જે તેમના પર એવી આશા રાખે છે, તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.


બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે;


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી! જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, તો ઈશ્વર આપણામાં રહે છે ને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan