Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 3:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં [કામ] ન્યાયી હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 આપણે કાઈનના જેવા થવું ન જોઈએ. તે તો દુષ્ટના પક્ષનો હતો અને પોતાના સગા ભાઈનું તેણે ખૂન કર્યું. શા માટે કાઈને તેનું ખૂન કર્યું? કારણ, તેનાં પોતાનાં કાર્યો ભૂંડાં હતાં, જ્યારે તેના ભાઈનાં કાર્યો સારાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કાઈન જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 3:12
31 Iomraidhean Croise  

અને આદમે ફરી પોતાની પત્નીને જાણી. અને હવાએ દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ શેથ પાડયું; કેમ કે, તેણે કહ્યું, “હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”


આબ્શાલોમે આમ્‍નોનને સારું કે નરસું કંઈ કહ્યું નહિ, કેમ કે આબ્શાલોમને આમ્‍નોન પર ક્રોધ ચઢ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો.


દુષ્ટો ન્યાયીની વિરુદ્ધ કુયુક્તિ રચે છે, અને તેની સામે પોતાના દાંત પીસે છે.


વળી જેઓ ભલાને બદલે ભૂંડું પાછું વાળે છે તેઓ મારા શત્રુઓ છે, કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.


ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?


લોહીના તરસ્યા માણસો સદાચારીના વૈરી છે; તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.


અન્યાયી માણસ નેકીવાનને કંટાળારૂપ છે; અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે.


“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.


અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે.


કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.


ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો.”


પણ તમારું બોલવું તે ‘હા તે હા, ને ‘ના તે ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.


હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખાર્યા જે હોમવેદી અને પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવશે.’


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?”


પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહિમે એવું કર્યું નહોતું.


તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.”


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


કેમ કે, ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ [પર વિશ્વાસ રાખનારી] ઈશ્વરની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુ:ખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુ:ખો સહન કર્યાં છે.


વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે ઈશ્વરે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી. અને તેથી મૂએલો હોવા છતાં પણ તે હજી બોલે છે.


અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.


આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે.


જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. શેતાનનાં કામનો નાશ કરવા માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.


તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામની ભૂલમાં ઘસી ગયા, અને કોરાના બંડમાં નાશ પામ્યા.


મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.


Lean sinn:

Sanasan


Sanasan