Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 દુનિયા અને તેની લાલસા તો ચાલ્યાં જવાનાં છે, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:17
28 Iomraidhean Croise  

તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; વસ્‍ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે, લૂંગડાંની જેમ તમે તેઓને બદલશો; અને તેઓ બદલાઈ જશે;


મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે; અમે નિસાસાની જેમ અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.


વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.


તો તે બન્‍નેમાંથી કોણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? “તેઓ તેને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે, “હું તમને ખચીત કહું છું, દાણીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].


કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.”


પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”


જે રોટલી આકાશમાંથી ઊતરી તે એ જ છે. જેમ [તમારા] પૂર્વજો ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે.”


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


અને આ જગતનો વહેવાર કરનારા તેઓ [જગતના] વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.


તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.


એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.


કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો,


દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે.


કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.


કે જેથી તે‍ ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ગુજારે.


Lean sinn:

Sanasan


Sanasan