Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 1:5
19 Iomraidhean Croise  

અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે! [તમારી આગળ] અંધારું અને અજવાળું બેઉ સરખાં જ છે.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.


કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.


હે યાકૂબના વંશજો, ચાલો, આપને યહોવાના પ્રકાશમાં ચાલીએ!


હેવ પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ; અને તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ! પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું, ને તારો ઈશ્વર તારી શોભા થશે.


તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે; અંધારામાં જે કંઈ હોય તે તે જાણે છે, ને પ્રકાશ તેમની સાથે રહે છે.


જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે, “તમે કોણ છો?” ત્યારે તેની સાક્ષી આ હતી:


તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું.


ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.”


કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan