Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર, અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ, જેથી ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ સામેલ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અને સંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 1:3
38 Iomraidhean Croise  

મારી આંખોએ [એ] બધું જોયું છે, મારા કાનોથી એ સાંભળીને હું સમજ્યો છું.


હું તો એ ઠરાવ જાહેર કરીશ; યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે; આજ મેં તને જન્મ આપ્યો છે.


હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; મંડળીમાં હું તમારી સ્તુતિ કરીશ.


હું તેઓને એક ચિહ્ન દેખાડી આપીશ; તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ; [એટલે] તાર્શીશ, પૂલ તથા લૂદ, એ ધનુર્ધારરીઓની પાસે, તુબાલ તથા યાવાનની પાસે, દૂરના બેટો, જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી; તેમની પાસે મોકલીશ; અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


અને જો તું અમારી સાથે આવીશ, તો એમ થશે, હા એમ થશે કે, યહોવા અમારું જે કંઈ ભલું કરશે તે અમે તારું કરીશું.”


હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.


તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.


હે ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી. પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે.


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


જેણે એ જોયું તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે; અને તે સત્ય કહે છે, એ તે જાણે છે.


જે વચન [આપણા] પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે,


‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને અચરત થાઓ, અને નાશ પામો. કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’”


તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.


કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આચંકો ખાધો નથી.


કેમ કે અમે જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.”


તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના‌ ઋણી છે. કેમ કે જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગિયા થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.


હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. ?? ?? ?? ?? 1


એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે, કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગિયા હોવાથી, હું તમને મારા હ્રદયમાં રાખું છું.


એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો [પવિત્ર] આત્માની કંઈ સંગત, જો કંઈ હ્રદયની કરુણા તથા દયા હોય,


એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમનાં દુ:ખોના ભાગિયાપણાને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉં.


તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.


અને [ઈશ્વર] ના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી ઉઠાડયા, તેમની આકાશથી આવવાની રાહ જોવાને, તમે શી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ફર્યા, એ [બધી વાતો લોકો] પોતે અમારા વિષે પ્રગટ કરે છે.


જેઓના માલિકો વિશ્વાસી છે, એ માલિકો ભાઈઓ છે, તે કારણથી તેઓએ તેમને તુચ્છ ન ગણવા; પણ તેમની ચાકરી વિશેષ [ખંતથી] કરવી, કેમ કે જેઓને [સેવાનો] લાભ મળે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય [ભાઈઓ] છે. એ વાતો [તેઓને] શીખવ તથા સમજાવ.


તે કહે છે. “હું તમારું નામ, [મારા] ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તમારી સ્તુતિ કરીશ.”


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.


તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે,


કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેમના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતાં.


જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી [અમે તમને કહી દેખાડીએ છીએ].


હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી.


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan