Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 9:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તો પછી મને શો બદલો મળે છે? એ જ કે શુભસંદેશના કાર્યથી મને મળતા હક જતા કરીને હું કોઈપણ જાતના વેતન વગર શુભસંદેશ પ્રગટ કરું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તો મને ક્યો પુરસ્કાર મળે છે? મારો પુરસ્કાર આ છે: કે જ્યારે હું સુવાર્તા આપું છું, હું વિનામૂલ્ય આપું છું. અને આ રીતે વળતર મેળવવાના મારા અધિકારનો હું ઉપયોગ કરતો નથી કે જે સુવાર્તાનો ઉપદેશ આપવા માટે મને આપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 9:18
16 Iomraidhean Croise  

જે કાપે છે તે પગાર પામે છે, અને અનંતજીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; તેથી વાવનાર અને કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે.


તે તેઓના જેવો ધંધો કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુ [નાં કપડાં] વણવાનો હતો.


પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર.


તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ [તમે કરો.]


હવે રોપનાર તથા પાનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.


અને આ જગતનો વહેવાર કરનારા તેઓ [જગતના] વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.


પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.


જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે, તો [તેઓના કરતાં] અમારો વધારે હક નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ.


પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી. અને મારા સંબંધમાં એમ થવું જોઈએ, એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન [રાખવાનું કારણ] કોઈ મિથ્યા કરે, એ કરતાં મરવું મારે માટે વધારે સારું છે.


કેમ કે જો હું રાજીખુશીથી તે [કરું] , તો મને બદલો મળે છે, પણ જો રાજીખુશીથી ન [કરું] , તો મને કારભાર સોંપવામાં આવ્યો છે.


કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.]


અમે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા, તોપણ માણસોથી, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan