Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 9:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે જો હું રાજીખુશીથી તે [કરું] , તો મને બદલો મળે છે, પણ જો રાજીખુશીથી ન [કરું] , તો મને કારભાર સોંપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જો મારી પોતાની પસંદગીથી હું સુવાર્તા પ્રગટ કરું તો હું પુરસ્કારને પાત્ર છું. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સુવાર્તા પ્રગટ કરવી જ જોઈએ. મને સોંપવામાં આવેલી ફરજ માત્ર હું બજાવું છું.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 9:17
30 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? [અમારી પાસે જે કંઈ છે તે] સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે.


એટલે કારીગરો દ્વારા [કરવાની] સર્વ પ્રકારની સોનારૂપા [ની ચીજોને માટે] સોનુંરૂપું આપું છું. તો આજે યહોવાને રાજીખુશીથી અર્પણ થવાને માટે બીજો કોણ આગળ આવે છે?”


તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.


જેઓ યરુશાલેમમાં રહેવા માટે રાજીખુશીથી આગળ પડ્યા, તે સર્વ માણસોને લોકોએ ધન્યવાદ આપ્યો.


પછી મેં પ્રભુને એમ કહેતાં સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”


વળી જો હું એવું કહું કે, તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ, તો જાણે મારાં હાડકાંમાં બળતો અગ્નિ સમાયેલો હોય, એવી મારા હ્રદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે; હું [બોલ્યા વગર] રહી શકતો નથી.


એમ આત્મા મને ઊંચો ચઢાવીને લઈ ગયો; અને હું દુ:ખી થઈને તથા મનમાં તપી જઈને ગયો, ને યહોવાનો હાથ મારા પર સબળ હતો.


પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


પ્રબોધકનો પ્રબોધક તરીકે જે આવકાર કરે છે, તે પ્રબોધકનું ફળ પામશે; અને ન્યાયીનો ન્યાયી તરીકે જે આવકાર કરે છે તે ન્યાયીનું ફળ પામશે.


જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.


પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?


જે કાપે છે તે પગાર પામે છે, અને અનંતજીવનદાયક ફળનો સંગ્રહ કરે છે; તેથી વાવનાર અને કાપનાર બન્‍ને સાથે હર્ષ પામે.


કોઈએ તે [પાયા] પર જે બાંધકામ કર્યું હશે, તે જો ટકશે તો તેને બદલો મળશે.


હવે રોપનાર તથા પાનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.


દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા ઈશ્વરના મર્મોના કારભારીઓ ગણવા.


જો હું સુવાર્તા પ્રગટ કરું, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.


માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


પણ ઊલટું, જયારે તેઓએ જોયું કે જેમ પિતરને સુન્‍નતીઓને માટે સુવાર્તા સોંપેલી છે, તેમ મને બેસુન્‍નતીઓને માટે સોંપેલી છે;


ઈશ્વરની વાત સંપૂર્ણ [રીતે પ્રગટ] કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે માટે સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું.


પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યાં, તેમ અમે માણસોને પ્રસન્‍ન કરનારાની જેમ નહિ, પણ અમારાં હ્રદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્‍ન કરવાને બોલીએ છીએ.


પણ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યા વિના કંઈ કરવાની મારી ઇચ્છા નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan