Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 9:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી. અને મારા સંબંધમાં એમ થવું જોઈએ, એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન [રાખવાનું કારણ] કોઈ મિથ્યા કરે, એ કરતાં મરવું મારે માટે વધારે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 મેં એવા કોઈ હક્કનો હજી ઉપયોગ કર્યો નથી. અથવા પોતાને માટે આવા હક્કનો દાવો કરવા માટે હું આ લખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ એવો કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પરંતુ આમાના કોઈ પણ અધિકારનો મેં ઉપયોગ કર્યો નથી અને આ વસ્તુ મેળવવાનો હું કોઈ પ્રયત્ન પણ કરતો નથી. તમને લખવાનો મારો આ હેતુ નથી. મને અભિમાન કરવાનું કારણ છીનવી લેવામાં આવે તેના કરતા તો હું મૃત્યુને પસંદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 9:15
14 Iomraidhean Croise  

પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.


તે તેઓના જેવો ધંધો કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુ [નાં કપડાં] વણવાનો હતો.


પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.


મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્‍ત્રનો લોભ કર્યો નથી.


તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડયું છે.


પણ શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો, એટલે ઘેરઘેરથી પુરુષો તથા સ્‍ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.


વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ. સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ.


જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે, તો [તેઓના કરતાં] અમારો વધારે હક નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ.


માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં.


ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.


અમે કોઈ માણસનું અન્‍ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan