Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત થી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? તમે તો પ્રભુને માટે કરેલા મારા કાર્યનું પરિણામ નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હું સ્વતંત્ર માનવ છું! હું પ્રેરિત છું! મેં આપણા પ્રભુ ઈસુનાં દર્શન કર્યા છે. પ્રભુ પરત્વેના મારા કાર્યમાં તમે લોકો એક ઉદાહરણ છો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 9:1
37 Iomraidhean Croise  

તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ [તેઓને] કહ્યું, “જે કામ કરવા માટે મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને માટે તેઓને મારે માટે જુદા પાડો.”


પણ બાર્નાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્‍ત્રો ફાડયાં, ને લોકોમાં દોડી જઈને મોટે સાદે કહ્યું,


પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા. કેટલાકે યહૂદીઓનો પક્ષ લીધો, અને કેટલાકે પ્રેરિતોનો પક્ષ લીધો.


તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”


પણ પ્રભુએ તેને કહ્યું, “તું‍ ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.


ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.”


તે ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો.


ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;


ઈશ્વરના વહાલાં, તથા પવિત્ર [થવા માટે] તેડાયેલાં જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખનાર ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. તેને પ્રેરિત [થવા માટે] બોલાવવામાં આવ્યો છે, તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે,


સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, એ માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ.


હું તો તમો વિદેશીઓને કહું છું. હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવાકાર્ય મહત્વનું માનું છું.


કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ જોગ,


હું જે પ્રેરિકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ પેલા બીજાની; કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?


જો હું આભારપૂર્વક તે ખાઉં, તો જેને માટે હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?


પણ જો કોઈ માણસ [એ બાબત વિષે] તકરારી માલૂમ પડે, તો [જાણવું કે] આપણામાં તથા ઈશ્વરની મંડળીઓમાં પણ એવો રિવાજ નથી.


મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.


કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં, ઘણા માણસોને [મંડળીમાં] લાવવા માટે, હું મારી જાતે સર્વનો દાસ થયો.


તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિષે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ.


કેમ કે એ સહુથી ઉત્તમ પ્રેરિતો કરતાં હું પોતાને કોઈપણ પ્રકારે ઊતરતો ગણતો નથી.


અમે, [ઈશ્વરની] સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે, તમે ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ન કરો,


ગલાતીઓમાંની મંડળીઓ પ્રતિ લખનાર [હું] પાઉલ પ્રેરિત (જે માણસોનો નહિ ને માણસથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તથી તથા ઈશ્વર પિતા જેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા તેથી [નિમાયેલો] ),


ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.


અમે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા, તોપણ માણસોથી, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.


એને માટે મને ઉપદેશક તથા પ્રેરિત (હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી), અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે.


મને તે [સુવાર્તા] નો ઉપદેશક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan