Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 પણ અગત્ય ન હોવા છતાં, જે પોતાના હ્રદયમાં દઢ રહે છે, અને પોતાના મન પર કાબૂ રાખે છે, અને પોતાના હ્રદયમાં એવો ઠરાવ કરે છે કે હું મારી કુંવારી દીકરીને એવી ને એવી રાખીશ તો તે સારું કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 પણ કોઈને લગ્ન કરવાની જરૂર ન હોય અને પોતાના નિર્ણયમાં દૃઢ હોય અને પોતાની ઇચ્છા વશમાં રાખી શકે તેમ હોવાથી કુંવારી અવસ્થામાં જ રહેવાનો મનથી સંકલ્પ કર્યો હોય તો તે સારું કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 પરંતુ બીજી વ્યક્તિ તેના વિચારમાં વધુ મક્કમ હોઈ શકે. લગ્ન માટેની કોઈ જરુંર નથી, તેથી તે જે કરવા ઈચ્છે તેના માટે તે મુક્ત છે. જો આ વ્યક્તિએ તેના હૃદયમાં તેની કુમારિકાને અવિવાહિત રાખવાનો નિર્ણય કર્યો હોય તો તે સારું કરી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:37
6 Iomraidhean Croise  

પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, “રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ.” તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે, “વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ.”


હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે:માણસ સ્‍ત્રીનો સ્પર્શ ન કરે તો સારું.


પણ જો કોઈને એમ લાગે કે પોતે પોતાની કુંવારી [દીકરી] વિષે અયોગ્ય રીતે વર્તે છે, અને જો તે પુખ્ત ઉંમરની થઈ હોય, અને અગત્યનું હોય, તો તે તેની ઇચ્છા પ્રમાણે કરે. (તેમ કરવામાં) તે પાપ કરતો નથી. તે તેમને પરણવા દે.


એટલે જે તેને પરણાવે છે તે સારું કરે છે, અને જે તેને પરણાવતો નથી તે વધારે સારું કરે છે.


જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.


ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડયાથી નહિ પણ ખુશીથી કરો, નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો.


Lean sinn:

Sanasan


Sanasan