Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 જેઓ રડનારા છે તેઓ નહિ રડનારા જેવા થાય; અને આનંદ કરનારા નહિ આનંદ કરનારા જેવા થાય; વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 રુદન કરનારાંઓએ તેઓ જાણે કદીયે દુ:ખી હતાં જ નહિ તે રીતે; જેઓ ખરીદી કરે છે તેઓ જાણે કદી કશાના માલિક બન્યા ન હોય તે રીતે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:30
14 Iomraidhean Croise  

કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


રડવાનો સમય અને હસવાનો સમય; ‍ શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;


પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ; તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે; તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.


વખત આવ્યો છે, દિવસ પાસે આવતો જાય છે! ખરીદ કરનારે હખાવું નહિ, તેમ વેચનારે શોક કરવો નહિ; કેમ કે તેમના આખા સમુદાય પર કોપ છે.


પણ ઇબ્રાહિમે તેને કહ્યું, ‘દીકરા, તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો, અને લાજરસ તો ભૂંડી ચીજો [પામ્યો હતો] તે સંભાર; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે.


ઓ હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે તૃપ્ત થશો, ઓ હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે: કેમ કે તમે હસશો.


ઓ હમણાંના ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો ને રડશો.


તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.


પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય.


અને આ જગતનો વહેવાર કરનારા તેઓ [જગતના] વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, તે તેઓના પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan