Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9-10 તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 6:9
51 Iomraidhean Croise  

અને તેઓએ લોતને હાંક મારીને કહ્યું, “જે માણસો આજે રાત્રે તારે ત્યાં આવ્યા છે તેઓ કયાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ કે, અમે તેઓને જાણીએ.”


“તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.


ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.


જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે; અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે,


તેનું ઘર શેઓલનો માર્ગ છે કે, જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


ને ઉપર કહેલી [ફરજો] માંથી કોઈ પણ ફરજ અદા કરનારો ન હોય, પણ તેણે પર્વતો પર ભોજન કર્યુ હોય તથા પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી હોય,


અને તારા પડોશીની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ.


સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે.


ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.


અને જો કોઈ પુરુષ સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે વિષયભોગ કરે, તો તે બન્‍નેએ અમંગળ કૃત્ય કર્યું છે; તેઓ અવશ્ય માર્યા જાય; તેમનું લોહી તેમને માથે.


ત્યારે તેણે મને કહ્યું, “એ તો આખા દેશ પર ફરી વળનારો શાપ છે. કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાટકી કાઢવામાં આવશે. અને [જૂઠા] સોગંદ ખાનાર દરેક માણસને તે પ્રમાણે અહીંથી ઝાટકી કાઢવામાં આવશે.”


અને જે કોઈએ ઘરોને કે, ભાઈઓને કે, બહેનોને કે, બાપને કે, માને કે, છોકરાંને કે, ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


તેમણે તેઓને કહ્યું, “કોઈ તમને ના ભુલાવે માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે, ‘તે હું છું.’ અને સમય પાસે આવ્યો છે. તમે તેઓની પાછળ જશો નહિ,


હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. તે તમારી [આત્મિક] ઉન્‍નતિ કરવાને, તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે.


[પાઉલ] સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે તેને સમજાવતો હતો, ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો, “હમણાં તો તું જા. મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ.”


કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.


ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.


હવે, ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતાં નથી. તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી.


તમે ઈશ્વરનું મંદિર છો, અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી?


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિભક્તોની સોબત તદ્દન ન કરો એમ તો નહિ, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે.


પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ.


ચોરો, લોભીઓ, છાકટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.


વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ [બીજાં] પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.


તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી.


શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો [ઇનામ મેળવવા] દોડે છે, તોપણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે.


રખેને હું ફરી આવું ત્યારે મારો ઈશ્વર મને તમારી આગળ નીચું જોવડાવે; અને જેઓ આજ સુધી પાપ કરતા આવ્યા છે, અને જેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે મારે શોક કરવો પડે.


ભૂલો નહિ; ઈશ્વરની મશ્કરી કરાય નહિ:કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે.


જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરતો માલૂમ પડે, તો તેઓ એટલે વ્યભિચાર કરનાર પુરુષ તથા સ્‍ત્રી, બન્‍ને માર્યા જાય. એવી રીતે તારે ઇઝરાયલમાંથી ભૂંડાઈ દૂર કરવી.


સ્‍ત્રીએ પુરુશનો વેશ ધરવો નહિ, ને પુરુષે સ્‍ત્રીનું વસ્‍ત્ર પહેરવું નહિ. કેમ કે જે કોઈ એવાં કૃત્યો કરે છે તે યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.


ઇઝરાયલની દીકરીઓમાં, કોઈ દેવદાસી ન હોય, અને ઇઝરાયલ પ્રજામાં કોઈ પુંમૈથુની ન હોય.


એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.


સર્વની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહિ તેને ધોરણે તમે ચાલો.


રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જયેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


મારા વહાલા ભાઈઓ, તમે છેતરાતા નહિ.


બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે;


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan