Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 6:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમે જગતનો ન્યાય કરશો, તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને લાયક નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરના લોક દુનિયાનો ન્યાય કરશે એની શું તમને ખબર નથી? જો તમારે દુનિયાનો ન્યાય કરવાનો હોય, તો તદ્દન નજીવી બાબતોનો નિકાલ કરવાને શું તમે લાયક નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 નિશ્ચિત રીતે તમે જાણો જ છો કે સંતો જ જગતનો ન્યાય કરશે. તો જો તમે જગતનો ન્યાય કરશો તો પછી આવી નજીવી વાતને ન્યાય કરવા માટે તમે સક્ષમ છો જ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 6:2
18 Iomraidhean Croise  

તેમને શેઓલમાં [લઈ જવાના] ટોળા જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે; તેઓનું સૌન્દર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, કંઈ બાકી ન રહે.


પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.


ત્યાં સુધી એ જ શિંગડાએ પવિત્રોની સામે યુદ્ધ મચાવીને તેઓના ઉપર જય મેળવ્યો, તે હું જોયા કરતો હતો.


તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.


અને ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયેલનાં બારે કુળોનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.


કે, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. અને તમે ઇઝરાયલનાં બારે કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બેસશો.


શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?


જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?


કેમ કે જ્યારે (ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે [નિર્માણ કર્યું હતું તેમ] ) જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઈશ્વરને પસંદ પડયું.


માટે જો તમારે આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરાવવાનો હોય તો મંડળીમાં જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને તે ન્યાય ચૂકવવાને બેસાડો છો?


કેમ કે જે વસ્તુઓ દશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ; કેમ કે જે દશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદશ્ય છે તે સદાકાલિક છે.


એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.


પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.


જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.


Lean sinn:

Sanasan


Sanasan