Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમારે એવા માણસને દેહના નાશને માટે શેતાનને સોંપવો કે, જેથી પ્રભુ ઈસુના દિવસમાં [તેનો] આત્મા તારણ પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તે વખતે આપણી સાથેના પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તમે એ માણસની સોંપણી શેતાનને કરો, જેથી તેનો દેહ નાશ પામે, પણ પ્રભુના આગમનને દિવસે તેનો આત્મા બચી જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 5:5
23 Iomraidhean Croise  

યહોવાએ શેતાનને કહ્યું, “જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.”


તેના ઉપર તમે કોઈ દુષ્ટને નીમો; અને તેને જમણે હાથે [કોઈ] સામાવાળિયાને ઊભો રાખો.


તારે તેને સોટી મારવી, અને તેના આત્માને શેઓલમાં જતાં ઉગારવો.


પણ જો યાજક એને તપાસે, ને જો તેમાં કોઈ ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડો ન હોય પણ ઝાંખો હોય, તો યાજક તેને સાત દિવસ પૂરી રાખે.


ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને [કબજે લેવા] માગ્યા,


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે.


પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.


પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.


અને જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


જે અધિકાર પ્રભુએ નાશ કરવા માટે નહિ, પણ ઉન્‍નતિ કરવા માટે આપ્યો છે, તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતાઈથી ન વર્તું, એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું.


જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


તેઓમાંના હુમનાય તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા.


(પ્રભુ કરે કે તે દિવસે તેમના તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] કેટલી બધી સેવા બજાવી, એ તું સારી રીતે જાણે છે.


ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્‍ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.


મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan