Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિભક્તોની સોબત તદ્દન ન કરો એમ તો નહિ, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પણ તેનો અર્થ એ નથી કે તમારે આ દુનિયાના વ્યભિચારીઓ, લોભીઓ, દુષ્ટો કે મૂર્તિપૂજકોની સાથે બિલકુલ સંબંધ રાખવો નહિ. તેમનાથી તદ્દન અલગ થવુ હોય, તો તો તમારે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો. જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે, અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે, અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે. તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 5:10
18 Iomraidhean Croise  

ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભારસ્તુતિ કરું છું.


જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.


જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તમારાં હતાં, ને તમે તેઓને મને આપ્યાં છે. અને તેઓએ તમારી વાત પાળી છે.


તેઓને માટે હું વિનંતી કરું છું; જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે.


તેમણે તેઓને કહ્યું, “તમે નીચેના છો, હું ઉપરનો છું, તમે આ જગતના છો, હું આ જગતનો નથી.


જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?


જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ કરે, અને તમે જવા ચાહતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછયા વિના ખાઓ.


પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ.


મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


કે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જયોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં પ્રકાશો.


તેઓ જગતના છે; તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેઓનું સાંભળે છે.


વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.


આપણે ઈશ્વરના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.


તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan