Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે કયારનાયે તૃપ્ત થઈ ગયા છો, ‍ શ્રીમંત થયા છો, અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી ઇચ્છા એવી છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમને તો સર્વ જરૂરિયાતો પૂરી પડેલી છે! તમે તો હવે ધનવાન બની ગયા છો! તમે રાજાઓ બની ગયા છો, અમે તો નથી. હું એવું ઇચ્છું છું કે તમે સાચા અર્થમાં રાજા બનો, જેથી અમે પણ તમારી સાથે રાજ કરી શકીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે માનો છો કે તમારી પાસે તમારી જરૂરિયાતની દરેક વસ્તુ છે. તમે માનો છો કે તમે ધનવાન છો. તમે માનો છો કે અમારા વગર તમે રાજાઓ બની ગયા છો. હું ઈચ્છું અને આશા કરું છું કે તમે ખરેખર રાજા હો! તો પછી અમે પણ તમારી સાથે રાજા બની શકીએ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:8
27 Iomraidhean Croise  

એવા [લોકો] છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે; એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે.


જે કોઈ બક્ષિસો આપવાની ઠાલી ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.


જેઓ પોતાની દષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!


“હા, ” યર્મિયા પ્રબોધકે કહ્યું, “તેમ થાઓ:યહોવા એમ કરો; યહોવાના મંદિરનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને ભવિષ્યનાં તારાં જે વચનો તેં કહ્યાં છે તે યહોવા પૂરાં પાડો.


અને મૂસાએ તેને કહ્યું, “શું મારી ખાતે તને [તેમના ઉપર] અદેખાઈ આવે છે? પરમેશ્વર કરો કે યહોવાના સર્વ લોક પ્રબોધક થાય, કે યહોવા તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે!”


ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢી ગયા, અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.


ઓ હમણાંના ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો ને રડશો.


પાઉલે કહ્યું, “ઈશ્વર કરે ને ગમે તો થોડા [પ્રયાસ] થી કે ઘણાથી, એકલા આપ જ નહિ, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય મારા જેવા થાય.”


વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો.


કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની [અમારી] સાક્ષી તમારામાં દઢ થઈ તેમ,


જાણે હું તમારી પાસે આવવાનો ન હોઉં, એવું સમજીને કેટલાક અભિમાની થઈ ગયા છે.


તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફુલાવે છે, તે શું તમે નથી જાણતા?


મારા થોડાઘણા મૂર્ખપણાનું સહન કરો તો સારું, પણ તમે સહન તો કરો છો.


કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ, પણ તમે સબળ છો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. અને તમે સંપૂર્ણ થાઓ, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.


કેમ કે જયારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.


માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.


તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.


તું કહે છે, “હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી!” પણ તું જાણતો નથી કે, તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.


અને અમારા ઈશ્વરને માટે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”


Lean sinn:

Sanasan


Sanasan