Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હવે, ભાઈઓ, તમારે માટે મેં એ વાતો દ્દષ્ટાંતરૂપે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો કે જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ, અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ ન મારે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. “ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો,” એ વિધાનનો અર્થ તમે સમજી શકો, માટે મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિષે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ભાઈઓ અને બહેનો, આ બાબતો અંગે મેં અપોલોસ અને મારો પોતાનો જ ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. મેં આમ કર્યુ જેથી કરીને તમે અમારામાંથી શબ્દના અર્થ પામી શકો, “ફક્ત જે શાસ્ત્રલેખમાં લખ્યું છે તેનો જ અમલ કરો.” પછી તમે કોઈ એક વ્યક્તિ માટે ગૌરવ નહિ અનુભવો કે બીજી વ્યક્તિને તિરસ્કાકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:6
35 Iomraidhean Croise  

રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી.


ત્યારે [હું કહું છું કે,] માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?


તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?


એલેકઝાંડ્રિયાનો વતની આપોલસ નામે એક વિદ્વાન અને ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસ આવ્યો.


જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.


વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો.


એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.”


કેમ કે લખેલું છે, “હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ.”


લખેલું છે, “જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે.”


પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી, પ્રેમ આપવડાઈ કરતો નથી, ફુલાઈ જતો નથી,


કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”


તો કોઈ માણસે માણસો વિષે અભિમાન ન કરવું. કેમ કે સર્વ વાનાં તમારાં છે.


એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો અભિમાની થયા છો! જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.


તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. થોડું ખમીર આખા લોંદાને ફુલાવે છે, તે શું તમે નથી જાણતા?


હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે.


હું [મારું સાંભળનારાઓનો] તેમાં સહભાગી થાઉં, એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું.


જેઓ પોતાનાં વખાણ કરે છે, તેઓમાંના કેટલાકની સાથે અમે પોતાની ગણના કરવાને અથવા પોતાને સરખાવવાને છાતી ચલાવતા નથી. પણ તેઓ, અંદરોઅંદર પોતાને એકબીજાથી માપીને તથા પોતાને એકબીજાની સાથે સરખાવીને, બુદ્ધિ વગરના છે.


અમે પોતાની હદની બહાર, એટલે કે બીજાની મહેનત પર અભિમાન કરતા નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે તેમ તેમ અમે પોતાની હદમાં [રહીને] તમારે આશરે એવા પુષ્કળ વધીશું


તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિષે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ.


કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી, એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો; અથવા જે [સુવાર્તા] નો અંગીકાર તમે કર્યો નહોતો, એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકરો; તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે!


આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ. પણ, વહાલાઓ, ખ્રિસ્તમાં ઈશ્વરની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સર્વ તમારી ઉન્‍નતિને માટે જ છે.


કેમ કે મને ભય લાગે છે રખેને હું આવું ત્યારે, જેવા તમને જોવાની હું ઇચ્છા રાખું છું, તેવા તમને ન જોઉં, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ, રખેને ટંટા, અદેખાઈ, અંટસ, તડ, ચાડીચુગલી, કાનફૂસિયાં, ગર્વ તથા ધાંધલ થાય.


કેમ કે જો હું અભિમાન કરવાની ઇચ્છા રાખું, તો હું મૂર્ખ ઠરું નહિ; કેમ કે હું સાચું બોલું છું; પણ કોઈ પણ માણસ મને જેવો જુએ, અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે એ માટે હું ચૂપ રહું છું.


કેમ કે સઘળાં વાનાં તમારે માટે છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ, તે ઈશ્વરના મહિમાને અર્થે વિશેષ આભારસ્તુતિ કરાવે.


નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે, તેને જે દર્શનો થયાં છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાશ મારે છે;


કેમ કે અમારી સુવાર્તા માત્ર શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા, એ તમે જાણો છો


તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે.


Lean sinn:

Sanasan


Sanasan