Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આ યુગના કોઈ સત્તાધારીને આ જ્ઞાન વિષે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત, તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આ જગતના કોઈ પણ અધિકારીઓ આ શાણપણનો પાર પામી શક્યા નથી. જો તેઓ તે સમજી શક્યા હોત, તો તેઓ પ્રભુને વધસ્તંભે ન જડત.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 2:8
22 Iomraidhean Croise  

તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.


અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.


ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્‍ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.


અધિકારીઓમાંથી અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?


ત્યારે તેઓએ તેમને પૂછયું, “તમારા પિતા ક્યાં છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.”


કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો હરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તેમને વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને [તે ભવિષ્યની વાતો] પૂર્ણ કરી.


[સ્તેફને] કહ્યું, “ભાઈઓ, તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને


જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?


પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ;


પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે [મુખપટ] તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાને વિષેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે.


તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે.


જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે [તે વખતે મને ખ્રિસ્ત પર] વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.


મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan