Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ દેવે બધી બાબતો આપણને આત્મા દ્વારા દર્શાવી છે. આત્મા આ બધી બાબતો જાણે છે. આત્મા તો દેવનાં ઊડા રહસ્યોને પણ જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 2:10
27 Iomraidhean Croise  

તે અંધકારમાંથી ગુહ્ય વાતો પ્રકાશમાં લાવે છે, અને મૃત્યુછાયા પર અજવાળું પાડે છે.


મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું. અને હવે પ્રભુ યહોવાએ પોતાના આત્મા સહિત મને મોકલ્યો છે.”


વળી યહોવા કહે છે, “તેમની સાથે મારો કરાર તો આ છે: મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂકયાં છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ માટે જતાં રહેનાર નથી, ” એમ યહોવા કહે છે.


તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે; અંધારામાં જે કંઈ હોય તે તે જાણે છે, ને પ્રકાશ તેમની સાથે રહે છે.


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.


અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે.


તે જ સમયે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તમારી સ્‍તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા, પિતા, કેમ કે એ તમને સારું લાગ્યું.


પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.”


પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.


તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.


પણ જો [પાસે] બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રકટીકરણ થાય, તો પહેલાએ છાના રહેવું.


કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.


કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી [પામ્યો છું].


અને પ્રકટીકરણથી તેમણે મને મર્મ જણાવ્યો તે વિષે, તમે કદાચ સાંભળ્યું છે, તે વિષે મેં અગાઉ ટૂંકમાં લખ્યું.


તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા,


પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને,


તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા, તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.


જે પવિત્ર છે તેમનાથી તમે અભિષિક્ત થયા છો, અને તમે બધું જાણો છો.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિષેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું.


પણ તમે થુઆતૈરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શેતાનના ‘ઊંડા મર્મો’(જેમ તેઓ કહે છે તેમ) જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો ભાર નાખતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan