Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 16:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું તમારી સાથે કદાચ રહીશ, અથવા શિયાળો પણ કાઢીશ કે, જેથી જ્યાં હું જાઉં‍ ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 બનતાં સુધી હું તમારી સાથે થોડો સમય, કદાચ આખો શિયાળો ગાળીશ. પછી આગળની મુસાફરી ચાલુ રાખવામાં તમે મારી સહાય કરજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું કદાચ તમારી સાથે થોડો સમય રોકાઈશ. હું કદાચ આખો શિયાળો પણ તમારી સાથે કાઢીશ. જેથી તમે મને જ્યાં કઈ પણ હું જાઉં ત્યાં મને મદદ કરી શકો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 16:6
11 Iomraidhean Croise  

એથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર કહ્યા. અને [તે સાંભળીને] બધા ભાઈઓને ઘણો આનંદ થયો.


પણ પાઉલના વળાવનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો, પછી સિલાસ તથા તિમોથીને માટે તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા.


“તમે મારું મોં ફરી જોનાર નથી.” એ વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા, પછી તેઓ તેને વહાણ સુધી વળાવવા ગયા.


તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ, સ્‍ત્રીછોકરાં સહિત, અમને શહેરની બહાર વળાવવા આવ્યાં. સમુદ્રકાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી


વળી શિયાળો કાઢવા માટે તે બંદર સગવડ ભરેલું પણ ન હોવાથી ઘણાએ એવી સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, અને કોઈ પણ રીતે ફેનીકસ પહોંચીને ત્યાં શિયાળો કાઢીએ. તે ક્રિતનું એક બંદર છે, અને ઇશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.


ત્રણ મહિના પછી એલેકઝાંડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી [અશ્વિની કુમાર] હતી, તેમાં બેસીને અમે નીકળ્યા.


માટે જ્યારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ.] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.)


એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહિ, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે, તે મારી પાસે આવે. કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું.


એટલે તમારી પાસે થઈને મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું, અને તમારી પાસેથી યહૂદિયા તરફ જવાને વિદાયગીરી લેવાનું મન હતું.


જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલીશ ત્યારે મારી પાસે નિકોપોલિસ આવવાને યત્ન કરજે; કેમ, કે ત્યાં શિયાળો ગાળવાનું મેં ઠરાવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan