Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 16:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમે એવા માણસોને, તેમ જ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 મારા ભાઈઓ, તમે એવા સેવકો અને તેમની સાથે પરિશ્રમ કરનાર અન્ય સાથી કાર્યકરોને આધીન રહો એવી મારી વિનંતી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 લોકોને અને અન્ય વ્યક્તિઓ કે જેઓ તેઓની સાથે સેવા અને કામ કરે છે, તેમને દોરવામાં આ રીતે અનુસરો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 16:16
20 Iomraidhean Croise  

ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. [તેણે કહ્યું કે,] “હે દાઉદ, અમે તમારા માણસો છીએ, હે યિશાઈના પુત્ર, અમે તમારી પડખે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, તમારા સહાયકોને શાંતિ થાઓ; કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો, ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા.


જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?


પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.


ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો.


મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.


ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને સલામ કહેજો.


ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને.


કેમ કે અમે ઈશ્વર [ના સેવક હોઈને] સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઈમારત છો.


ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.


વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે.


કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.


પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો.


જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.


તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે [કામ] કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થાય.


તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો. ઇટાલીમાંના [ભાઈઓ] તમને સલામ કહે છે.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


આપણે સત્ય [ફેલાવવામાં] તેઓના સહકારીઓ થઈએ, માટે આપણે એવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ.


વળી, તું ધીરજ રાખે છે, અને મારા નામની ખાતર તેં સહન કર્યું છે, ને તું થાકી ગયો નથી.


Lean sinn:

Sanasan


Sanasan