Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 15:58 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

58 આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

58 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 15:58
42 Iomraidhean Croise  

પણ તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.”


તેઓએ મને એ પ્રમાણે ચાર વખત કહેવડાવી મોકલ્યું. અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યો.


કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.


વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.


તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.


ખરેખર, મેં મારું હ્રદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ [નિરર્થક] નિર્દોષ રાખ્યા છે;


કેમ કે તેઓનાં હ્રદય તેમની આગળ સિદ્ધ ન હતાં, અને તેઓ તેમના કરાર બાબત દઢ રહ્યા ન હતા.


વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. [તેમના જેવા] તેઓ ન થાય.


જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે.


અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે, “વચમાં ઊભો થા.”


તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરોનો ઉપરી થા.’


પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, એ વિષે સંભાળ રાખજો; કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.


હવે રોપનાર તથા પાનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


તમારે વિષે મને ભય રહે વિષે છે, રખેને કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય.


તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.


અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જાય;


જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડયો નથી અને મેં વૃથા‍‍ શ્રમ કર્યો નથી.


કેમ કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો, અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને [તેણે] પોતાનો જીવ જોખમમાં નાખ્યો.


હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય એ માગું છું.


એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.


કેમ કે દેહમાં હું દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું. અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામું છું.


અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દઢ રહીને તેમની વધારે ને વધારે આભારસ્તુતિ કરો.


કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.


અને જેમ અમારો પ્રેમ તમારા પર [પુષ્કળ છે] , તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો.


જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય; કારણ કે તમે પોતે જાણો છો કે એને માટે આપણે નિર્માણ થયા છીએ.


એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહિ, ત્યારે મેં તમારા વિશ્વાસ વિષે જાણવા માટે [તિમોથીને] મોકલ્યો, રખેને કદાચ પરીક્ષણ કરનાર [શેતાને] કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય, અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય.


તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું ને ઈશ્વરને પ્રસન્‍ન કરવા, એ વિષે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો, તેમ વધારે ને વધારે વર્તતા જાઓ.


ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


જ્યારે નાઓમીએ જોયું, કે મારી સાથે આવવાનો તેનો દઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan