Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 15:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી જ્યારે તે ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે બધી રાજ્યસત્તા તથા બધો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ત્યાર પછી અંત આવશે, અને ખ્રિસ્ત સર્વ આધિપત્ય, અધિકાર અને સત્તા પર વિજય મેળવશે અને ઈશ્વરપિતાને રાજ સોંપી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 15:24
22 Iomraidhean Croise  

દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા; કેમ કે તું વિશ્રામ પામશે, ને તે મુદતને અંતે તું તારા હિસ્સા [ના વતન] માં ઊભો રહેશે.”


પણ, હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”


તેણે કહ્યું, “હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા; કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં કે, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.


રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’


અને મારા નામને માટે સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે.


મારા પિતાએ મને બધું સોપ્યું છે. અને પિતા વગર, દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર, તથા જેને દીકરો પ્રગટ કરવા‍ ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતો નથી.


પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.


અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


મારા પિતાએ મને બધું સોપ્યું છે; અને દીકરો કોણ છે, એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી; તેમ જ પિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા‍ ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.”


પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને


પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે બધું તેમના હાથમાં સોપ્યું છે.


કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે, પરાક્રમીઓ,


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.


અને તમે તેમનામાં સંપૂર્ણ થયા છો, તે સર્વ રાજ્યનું તથા અધિકારનું શિર છે.


અને રાજયો તથા અધિકારોને તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને [જાહેર રીતે] ઉઘાડાં પાડયાં.


જે ધન્ય તથા એકલા સ્વામી છે, તે રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે, તે નિર્મિત સમયે એ [પ્રગટ થવું] બતાવશે.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


કારણ કે એમ [કરવાથી] તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.


Lean sinn:

Sanasan


Sanasan