1 કરિંથીઓ 14:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને [અન્ય] ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 ભાઈઓ, જો હું તમારી મુલાકાત લઉં અને અન્ય ભાષાઓમાં બોલું તો તેથી તમને શો ફાયદો થાય? કશો જ નહિ, માત્ર હું ઈશ્વર તરફથી કંઈક પ્રગટીકરણ, જ્ઞાન, ઈશ્વરપ્રેરિત સંદેશો કે શિક્ષણ લાવું તો જ ફાયદો થાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 ભાઈઓ અને બહેનો, જુદી-જુદી ભાષા બોલીને હું તમારી પાસે આવું તો તમને મદદરુંપ બનીશી? ના! જ્યારે હું નૂતન સત્ય કે થોડો પ્રબોધ, કે થોડો ઉપદેશ લઈને આવું ત્યારે તે તમને ઉપયોગી થશે. Faic an caibideil |