Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 14:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે, તો જે વાતો તમાર પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 જો કોઈ ધારે કે પોતે ઈશ્વરનો સંદેશવાહક છે અથવા તેની પાસે આત્મિક બક્ષિસ છે તો તેણે જાણવું જોઈએ કે હું જે લખું છું તે પ્રભુની આજ્ઞા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 14:37
22 Iomraidhean Croise  

જે ઈશ્વરની વાત સાંભળે છે, અને જે પરાત્પરનું જ્ઞાન જાણે છે, અને જે પોતાની આંખો ઉઘાડી રાખતાં ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે:


જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.”


વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો.


બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે.


શું ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?


પણ જો કોઈ અજ્ઞા ન હોય તો ભલે તે અજ્ઞાન રહે.


પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.


ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ [મેં વાત કરી].


હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી. પણ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી કૃપા પામેલા માણસ તરીકે હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.


પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે. મને પણ ઈશ્વરનો આત્મા છે, એમ હું ધારું છું.


જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.


જેઓ પોતાનાં વખાણ કરે છે, તેઓમાંના કેટલાકની સાથે અમે પોતાની ગણના કરવાને અથવા પોતાને સરખાવવાને છાતી ચલાવતા નથી. પણ તેઓ, અંદરોઅંદર પોતાને એકબીજાથી માપીને તથા પોતાને એકબીજાની સાથે સરખાવીને, બુદ્ધિ વગરના છે.


તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિષે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ.


કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી, એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો; અથવા જે [સુવાર્તા] નો અંગીકાર તમે કર્યો નહોતો, એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકરો; તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે!


કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.


પવિત્ર પ્રબોધકોદ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યાં હતાં, તેઓનું, પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.


આપણે ઈશ્વરનાં છીએ:જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ.


પણ, વહાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોથી જે વચનો અગાઉ કહેવામાં આવ્યાં છે, તેઓને તમે સંભારો.


Lean sinn:

Sanasan


Sanasan