Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે; અને એ પ્રમાણે ઊંધો પડીને તે ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું કબૂલ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેના ગુપ્ત વિચારો જાહેર થશે, અને તે નમન કરીને ઈશ્વરનું ભજન કરશે. વળી, “ખરેખર, ઈશ્વર તમારી મયે હાજર છે.” એવી કબૂલાત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 14:25
15 Iomraidhean Croise  

અને યહૂદા તથા તેના ભાઈઓ યૂસફને ઘેર આવ્યા; અને તે હજુ ત્યાં જ હતો; અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડયા.


સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; અને સર્વ વિદેશીઓ તેમની સેવા કરશે.


યહોવા એવું કહે છે, “મિસરની મહેનત [નું ફળ] તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો એ બધાં તારે શરણે આવશે ને તારાં થશે. તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે. અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે કે, માત્ર તારામાં ઈશ્વર છે; અને બીજો કોઈ નથી, [બીજો] ઈશ્વર નથી.”


જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને યહોવાનું નગર, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું સિયોન, કહેશે.


રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે, ‘અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’”


તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.


તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, “ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ; કારણ કે હું પાપી માણસ છું.”


તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.”


સ્‍ત્રી તેમને કહે છે, “પ્રભુ તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.


ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.


અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ ચાળીસ રાત દિવસ [ઊંધો] પડી રહ્યો, અને મેં અન્‍ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું


ત્યારે ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજયાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, “આમીન; હાલેલૂયા.”


અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.


શમુએલે શાઉલને ઉત્તર આપ્યો, “હું જ એ દષ્ટા છું; મારી આગળ ઉચ્ચસ્થાને ચઢી જાઓ, કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે; અને આવતી કાલે હું તને જવા દઈશ, તારા હ્રદયમાં જે છે તે સર્વ હું તને કહી દેખાડીશ.


Lean sinn:

Sanasan


Sanasan