Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે જે કોઈ [અન્ય] ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે. કેમ કે કોઈ [તેનું બોલવું] સમજતું નથી. પણ આત્મામાં તે મર્મો બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે વાત કરે છે; કારણ, કોઈ તેની ભાષા સમજી શકતું નથી. તેવી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી માર્મિક સત્યો વિષે બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે શા માટે તે હું સમજાવીશ: જે વ્યક્તિમાં વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા છે તે લોકોને સંબોધતા નથી પરંતુ તે દેવને સંબોધે છે. તે વ્યક્તિને કોઈ સમજી શકતું નથી. કારણ કે આત્મા થકી તે મર્મો વિષે બોલે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 14:2
33 Iomraidhean Croise  

ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”


અને યૂસફ તેઓની વાત સમજે છે, તે તેઓ જાણતા નહોતા. કેમ કે તેઓ વચ્ચે દુભાષિયો હતો.


ત્યારે હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ તથા યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને આ તમારા સેવકો સાથે અરામી ભાષામાં બોલો; કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો [બેઠેલા] છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલશો નહિ.”


હું દ્દષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે,


ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.


વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે:મારે નામે તેઓ દુષ્ટાત્માઓ કાઢશે, નવી બોલીઓ બોલશે;


અને તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યનો મર્મ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્દષ્ટાંતોમાં અપાય છે;


કેમ કે તેઓને [અન્ય] ભાષાઓમાં બોલતા, તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા.


જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો. અને તેઓ [બીજી] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.


મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓના સાંભળવામાં આવી નહિ.


હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે,


કોઈને ચમત્કાર કરવાનું [દાન] ; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે.


ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને.


જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું.


જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.


નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.


વારુ, ભાઈઓ, જ્યારે તમે એકત્ર થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્‍તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ [અન્ય] ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. [પણ] બધું ઉન્‍નતિને માટે થવું જોઈએ.


જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ,


તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે.


પણ ઈશ્વરનું [જ્ઞાન] , એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.


મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે.


દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે.


તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


વિશ્વાસી [ધર્મનો] મર્મ શુદ્ધ અંત:કરણથી માનનાર હોવા જોઈએ.


પણ સાતમા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને, એટલે પ્રબોધકોને જણાવ્યો હતો, તે પ્રમાણે સંપૂર્ણ થશે.”


Lean sinn:

Sanasan


Sanasan