Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 13:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહિ, પણ કોઈનું સારું થતું હોય તો તેમાં પ્રેમને આનંદ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 13:6
27 Iomraidhean Croise  

કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા [ની તૃપ્તિ થતાં] અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે.


તમારો નિયમ તેઓ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહે છે. સાદે


અને યહોવાએ ઇઝરાયલને મિસરીઓના હાથમાંથી છોડાવીને તેઓ ઉપર જે બધો ઉપકાર કર્યો હતો, તેને લીધે યિથ્રો હરખાયો.


મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર [ઈશ્વરની] કૃપા છે.


પણ જો તમે આ નહિ માનશો, તો તમારા ગર્વને લીધે મારો જીવ ગુપ્તમાં શોક કરશે; અને મારી આંખ બહુ રડશે, ને તેમાંથી ચોધાર આંસુઓ વહેશે, કેમ કે યહોવાનું ટોળું બંદીવાસમાં લઈ જવાયુમ છે.


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે, ને અન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે.


તેઓ રાજાને પોતાની દુષ્ટતાથી, તથા અમલદારોને પોતાનાં જુઠાણાથી રાજી કરે છે.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તોપણ હું પાછો ઊઠીશ; જો હું અંધારામાં બેસું, તોપણ યહોવા મને [ત્યાં] અજવાળારૂપ થશે.


અને જો તે તેને મળે તો હું તમને ખચીત કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે.


તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું.


આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.


[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.


તો એથી શું? દરેક રીતે, ગમે તો ઢોંગથી કે સત્યથી, ખ્રિસ્ત [ની વાત] પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું, ને વળી પામીશ.


નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં,


કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે કે, જેઓના વિષે મેં ઘણી વાર કહ્યું, ને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે:


તેઓ અસત્ય માને માટે ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે.


જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતાં તારાં કેટલાંક બાળકોને મેં જોયાં છે, તેથી મને ઘણો આનંદ થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan