Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 12:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તે જ પ્રમાણે યહૂદીઓ કે બિનયહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર - આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ, અને આપણ સૌને એક જ આત્મા પીવડાવવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 12:13
36 Iomraidhean Croise  

હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.


“હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.


વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ.


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


ત્યારે યોહાને સર્વને કહ્યું, “હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ મારા કરતાં જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાધરી છોડવા પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.


કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા.


મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેમણે જ મને કહ્યું કે, ‘જેમના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.’


ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી.


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”


પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”


જે જિવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.


કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”


એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.


અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.


તે બેસુન્‍નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોરસિક્કો થવા માટે તેને સુન્‍નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્‍નતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય, એટલે તેઓને ખાતર પણ [તે વિશ્વાસનું] ન્યાયીપણું ગણવામાં આવે.


અને તેઓ સર્વ મૂસાના [અનુયાયી] થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા.


પણ આ વિશ્વાસ આવ્યા પહેલાં, આપણે નિયમને આધીન રહીને, જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો, તેને અર્થે આપણને અંકુશમાં રાખવામાં આવ્યા હતા.


માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.


એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.


વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.


તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્‍નત કે બેસુન્‍નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.


એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.


Lean sinn:

Sanasan


Sanasan