Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 11:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 જ્યારે તમે સંગતમાં એકત્ર થાઓ છો, ત્યારે પ્રભુભોજન કરવું અશક્ય થઈ પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જ્યારે તમે બધા જ ભેગા થાવ, ત્યારે તમે વાસ્તવમાં આવું સાચું પ્રભુનું ભોજન ખાતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 11:20
10 Iomraidhean Croise  

મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે. પણ યહોવા તેમને સ્વીકારતા નથી; હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે.


જ્યારે તમે ખાઓ છો પીઓ છો, ત્યારે શું તમે તમારે પોતાને માટે નથી ખાતાપીતા?


તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.


તેઓ નિત્ય મંદિરમાં એકચિત્તે [હાજર] રહેતા તથા ઘેરઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.


પરંતુ આટલું કહીને હું તમારાં વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને માટે એકઠા થાઓ છો.


કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.


કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે, તો કોઈ છાકટો બને છે.


જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ [આપણે એકબીજાને] ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.


તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


Lean sinn:

Sanasan


Sanasan