Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 10:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ જો કોઈ તમને કહે કે, એ તો મૂર્તિનું નૈવેદ છે, તો જેણે તે દેખાડયું તેની ખાતર, તથા પ્રેરકબદ્ધિની ખાતર તે ન ખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28-29 પણ જો કોઈ તમને કહે કે, “આ તો મૂર્તિને ચડાવેલું નૈવેદ છે,” તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર, તેમ જ તમારી નહિ, પણ સામા માણસની વિવેકબુદ્ધિની ખાતર તે ખાશો નહિ. કોઈને પ્રશ્ર્ન થાય: “બીજા માણસની વિવેકબુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પરંતુ એક વ્યક્તિ જો તમને કહે, “કે આ ખોરાક મૂર્તિને ઘરવામાં આવેલો હતો.” તો તે ખોરાક ખાશો નહિ. તે ખાશો નહિ. શા માટે? કારણ કે તમને જે વ્યક્તિએ કહ્યું તેના વિશ્વાસને તમે આંચ પહોંચાડવા નથી માગતા. અને તે જ સમયે, લોકો માને છે કે અર્પણ કરેલું ખાવું તે ખોટું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 10:28
11 Iomraidhean Croise  

આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.


પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].


અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.


પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર.


કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.


પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ તરીકે તે ખાય છે. અને તેઓનું અંત:કરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.


પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.


જો, આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ, તેયહોવા તારા ઈશ્વરનું છે.


Lean sinn:

Sanasan


Sanasan