Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે કચકચ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 10:10
23 Iomraidhean Croise  

અને યરુશાલેમનો નાશ કરવા દૂતે પોતાનો હાથ તે તરફ લંબાવ્યો, ત્યારે એ અન્યાયને લીધે યહોવાને પશ્ચાતાપ થયો અને જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “આટલુમં બસ છે; હવે તારો હાથ થોભાવ.” તે વખતે યહોવાનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે હતો.


ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા માટે ત્યાં એક દૂત મોકલ્યો. તે તનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં યહોવાએ નજર કરી, નૈ એ વિપત્તિ સંબંધી તેમને અનુતાપ થયો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ; હવે તારો હાથ બંદ રાખ.” યહોવાનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો રહ્યો.


ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો, તેણે આશૂરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો; તેથી તેને વીલે મોઢે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી મારી નાખ્યો.


તેઓએ પોતાના ડેરાઓમાં કચકચ કરીને યહોવાની વાણી સાંભળી નહિ.


કેમ કે મિસરીઓ ઉપર મરો લાવવા માટે યહોવા આખા દેશમાં ફરશે. અને ઓતરંગ ઉપર તથા બન્‍ને બારસાખ પર તે રક્ત જોઈને યહોવા તે બારણું ટાળી મૂકશે, ને વિનાશકને તમારાં ઘરોમાં પેસીને તમારાં ઘરોમાં પેસીને તમારા પર મરો લાવવા દેશે નહિ.


અને લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “અમે શું પીએ?”


અને સર્વ ઇઝરાયલી લોકોએ મૂસાની વિરુદ્ધ તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી. અને સર્વ લોકોએ તેઓને કહ્યું, “અમે મિસર દેશમાં મરી ગયા હોત તો સારું! અથવા આ અરણ્યમાં મરી ગયા હોત તો સારું!


એટલે જે માણસો દેશ વિષે માઢો સંદેશો લાવ્યા, તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા.


એ કારણ માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકત્ર થયા છો. અને હારુન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો?”


અને તેને બીજે દિવસે ઇઝરાયલના સર્વ લોકોએ મૂસા તથા હારુનની સામે કચકચ કરતાં કહ્યું, “તેમ યહોવાના લોકોને મારી નાખ્યા છે.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “કરારની સામે હારુનની લાકડી પાછી મૂક કે, દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને માટે તે રાખી મુકાય. અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે કે તેઓ મરે નહિ.”


અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કળીઓ ફૂટશે. અને જે કચકચ ઇઝરાયલી પ્રજા તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ.”


તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો. અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડયો.


બડબડાટ તથા તકરાર વગર બધું કરો.


વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, રખેને પ્રથમજનિતોનો નાશ કરનાર તેઓને અડકે.


તેઓ કચકચ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે (તેઓ મોઢે ગર્વિષ્ઠ [વચનો] બોલે છે). તેઓ પોતાના સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.


ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”


Lean sinn:

Sanasan


Sanasan